રાજકોટ આંગણવાડી ભરતી: Rajkot Aanganvadi Bharti: e-hrms.gujarat.gov.in: રાજયમા આવેલી આંગણવાડીઓમા આંગણવાડી કાર્યકર અને તેડાગર ની 10000 જેટલી જગ્યાઓ ભરવા માટે હાલ મોટી ભરતી ચાલી રહી છે. જેમા જિલાવાઇઝ દરેક જિલ્લાની ભરતી જાહેરાતો આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારની આંગણવાડી ભરતી જાહેરાત આવેલી છે. રાજકોટ આંગણવાડી ભરતી ની જરૂરી વિગતો નીચે મુજબ છે.
રાજકોટ આંગણવાડી ભરતી
આર્ટીકલ નામ | રાજકોટ આંગણવાડી ભરતી |
જોબ સંસ્થા | રાજકોટ જિલ્લા પંચાયત |
પોસ્ટ પ્રકાર | આંગણવાડી કાર્યકર ભરતી આંગણવાડી તેડાગર ભરતી |
કુલ જગ્યાઓ | 361 |
ફોર્મ ભરવાની તારીખ | 8-11-2023 થી 30-11-2023 |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://e-hrms.gujarat.gov.in |
Rajkot Aanganvadi Bharti
રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમા ખાલી રહેલી નીચેની વિગતે જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.
આંગણવાડી કાર્યકર ભરતી ખાલી જગ્યાઓ | આંગણવાડી તેડાગર ભરતી ખાલી જગ્યાઓ |
હાલ ખાલી જગ્યાઓ- 114 | હાલ ખાલી જગ્યાઓ- 214 |
સંભવિત ખાલી જગ્યાઓ- 23 | સંભવિત ખાલી જગ્યાઓ- 14 |
રાજકોટ આંગણવાડી ભરતી જરૂરી સૂચનાઓ
- મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગે મામલતદારશ્રી દ્વારા ઈશ્યુ કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
- અરજી કરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
- આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- અરજી માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
- આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની લઘુતમ શૈક્ષણીક લાયકાત ધોરણ 12 પાસ અને આંગણવાડી તેડાગરની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર અરજી કરી શકશે. શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવાર ઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે.
- આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઈન આવેદન કરવાનું રહેશે.
- ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો કોઈ પણ સ્તરે અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા અસ્પષ્ટ હશે તો તેઓની અરજી રદ્દ કરવાને પાત્ર થશે.
રાજકોટ આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા
આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, મેરીટ જોવા માટે, સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.
- સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
- તેમા Online Apply ઓપ્શન પર કલીક કરો.
- તેમા રાજકોટ જિલ્લો સીલેકટ કરો.
- તેમા સામે આપેલ apply બટન પર કલીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો એન્ટર કરો.
- ત્યારબાદ આગળ ના સ્ટેપ મા તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા મુજબ સ્કેન કરી અપલોડ કરો.
- ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
- ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.
અગત્યની લીંક
રાજકોટ આંગણવાડી ભરતી જાહેરાત | અહિં ક્લીક કરો |
રાજકોટ આંગણવાડી ભરતી ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “રાજકોટ આંગણવાડી ભરતી: રાજકોટ જિલ્લામા 361 જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી, પગારધોરણ 10000”