ચોમાસુ આગાહિ: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ, આ તારીખોમા તૂટી પડશે વરસાદ

ચોમાસુ આગાહિ: અંબાલાલ વરસાદ આગાહિ: રાજયમા બિપોરજોય વાવાઝોડાની અસર ને લીધે ઘણા વિસ્તારોમા વરસાદ પડયો હતો. હવે ગુજરાતમા વિધિવત ચોમાસાનુ આગમન ક્યારે થશે તેની તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. એવામા ચોમાસાના વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહિ સામે આવી છે. ચાલો જાણીએ ક્યારે વિધિવત ચોમાસાનુ આગમન થશે અને કઇ તારીખોમા વરસાદ પડશે.

ચોમાસુ આગાહિ

રાજયમા લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસશે. એટલું જ નહીં વાવાઝોડા બાદ હાલ સ્થિતિ ભલે સામાન્ય થઈ હોય પણ આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહિ છે. વાવાઝોડાથી પણ વરસાદની સીસ્ટમ પર અસર થઈ છે. જોકે, આગામી દિવસોમાં ભારે વરસાદથી ગુજરાતની મોટાભાગની નદીઓ છલકાઈ જનાર છે. બીજી તરફ હવામાન વિભાગ કહી રહ્યું છે કે, વિધિવત ચોમાસા માટે હજુ રાહ જોવી પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસુ વધુ લંબાવાની શકયતાઓ રહેલી છે. અંબાલાલે આગાહિ કરતા જણાવ્યુ હતુ કે આ વર્ષે ચોમાસુ ઓક્ટોબર સુધી રહેશે.

આ પણ વાંચો; Career Option: ગ્રેજ્યુએશન પછી શું કરવું તેના ટેન્શનમા છો ? કરી શકો આટલી ભરતીઓમા એપ્લાય, આજે જ શરૂ કરી દો તૈયારીઓ

રાજયમા ચોમાસાના આગમનને લઈને ખુબ જ અગત્યના સમાચાર સામે આવ્યાં છે. આ સમાચારો ખાસ કરીને ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે કે, આ વખતે ચોમાસામાં વરસાદ કેવો રહેશે. આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 26 જૂનથી 30 જૂન સુધી ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. અંબાલાલે આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ભારે વરસાદથી ગુજરાતની મોટા ભાગની નદીઓમાં નવા નીર ની આવક થશે. એટલું જ નહીં 1 જુલાઈ થી 8 જુલાઈ સુધી કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો; બદામના ફાયદા: બદામ પલાળેલી ખાવી જોઇએ કે સૂકી ,જાણવા જેવી માહિતી

હવામાન વિભાગચોમાસાની આગાહી અંગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં કેટલાક સ્થળોએ વરસાદ પડવાની સંભાવના રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ બાદ વરસાદ પડે તેવી શક્યતા છે.

ચોમાસુ આગાહિ
ચોમાસુ આગાહિ

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

1 thought on “ચોમાસુ આગાહિ: અંબાલાલ પટેલની ચોમાસાની આગાહિ, આ તારીખોમા તૂટી પડશે વરસાદ”

Leave a Comment

error: Content is protected !!