Rain Forecast: અંબાલાલ ની આગાહિ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. IPL ફાઇનલમા પણ આગાહિ મુજબ સતત 2 દિવસ સુધી વરસાદ પડયો હતો. રાજયમા પ્રી-મોનસુન એક્ટિવિટી થઈ રહી છે. આ વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહિ સામે આવી છે.
- રાજ્યમાં હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
- 7 થી 11 જૂન વાવાઝોડુ આવવાની શકયતા છે. : અંબાલાલ
- 15 જૂન સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહીઃ અંબાલાલ
Rain Forecast
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 25 મે થી રોહિણી નક્ષત્ર બેસી ગયુ છે, જે 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શકયતાઓ રહેલી છે.
4 જૂન સુધી વરસાદની આગાહી
અંબાલાલ ની આગાહિ જોઇએ તો તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં કેટલાક ભાગમાં 4 જૂન સુધી વરસાદ પડવાની આગાહી છે. તો 3થી 7 જૂન અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની સંભાવના પણ રહેલી હોય અંબાલાલ પટેલ દ્વારા આ આગાહિ કરવામાં આવી છે.
ચક્રવાત આગાહિ
દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની પણ આગાહિ કરવામા આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 8 થી 10 જૂન વચ્ચે કેરળમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. કેરળના દરિયા કિનારે 200 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળના ઉપસાગર પર પણ ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે. આ ચક્રવાતના કારણે ગુજરાતમાં વરસાદ આવશે. આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
કેરળમા મોડુ પહોંચશે ચોમાસુ
કેરળમાં ચોમાસું મોડુ પહોંચવાની શકયતા રહેલી છે.
અંબાલાલે જણાવ્યું કે, વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ શકે છે. વાવાઝોડાના લીધે ભેજ ખેંચાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે નહીં. કેરળના દરિયા કિનારે ચોમાસુંઆ વખતે થોડું મોડુ પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન આસપાસ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો: અંબાલાલ ની નવી આગાહી: ગરમી અને વાવાઝોડા બાદ હવે આવી શકે આ આફત, શુ કરી નવી આગાહી
હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન રાજયના અમુક વિસ્તારોમા વરસાદ પડે તેવી આગાહી છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહે તેવુ દેખાય છે. જ્યારે ઉત્તર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હજુ લોકોને ગરમી મા શેકાવુ પડશે. રાજ્યમાં 40 ડિગ્રી આસપાસ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરેલ છે.
- વાવાઝોડાની કરી હવામાન વિભાગે આગાહી
- અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની છે શકયતા
- દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે ભારે વરસાદ
હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શકયતા હોવાનુ પણ કહ્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનવાની શકયતાઓ રહેલી છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
હાલ આગાહિ મુજબ રાજયમા કમોસમી વરસાદ પડી રહેલ છે. ત્યારે ચોમાસા ની વિધિવત ક્યારે શરૂઆત થાય તેની ખેડૂતમિત્રો રાહ જોઇને બેઠા છે.
અંબાલાલની ચક્રવાત અને વરસાદ ની આગાહિ
ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામા આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 7થી 11 જૂન દરમિયાન ભારે વાવાઝોડુ આવવાની શકયતા રહેલી છે. તો ગુજરાતમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 12 ઈંચથી વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. તો દક્ષિણ ગુજરાતમાં 10 ઈંચથી વધુ વરસાદ અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભવાનાઓ છે. ગુજરાતમાં 15 જૂન સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે.
અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા ની સીસ્ટમ થશે
અંબાલાલ પટેલે કહ્યું કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા ની સીસ્ટમ સક્રિય બનશે અને 7 થી 11 વાવાઝોડું જોર પકડશે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા રહેશે. 8 થી 11 જૂનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.
અગત્યની લીંક
જુન મહિનાની વરસાદની તારીખો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
ગુજરાતમા ચોમાસુ ક્યારથી શરૂ થાય તેવી શકયતા છે ?
15 જૂન આસપાસ