PSM Light Show: અદભુત લાઇટ શો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા જવાનુ ચૂકી ગયા હોય તો આ લાઇટ સાઉન્ડ શો અચૂક જુઓ

PSM Light Show: અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ થઇ હતી. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના સુધી સતત ચાલેલા આ ભવ્ય મહોત્સવમા લાખો લોકોએ મુલાકાત લીધી હતી અને દિવ્યતા અનુભવી હતી. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ નજીક 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું હતું.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ

અમદાવાદમાં યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખો લોકો મુલાકાત લીધી હતી. 600 એકરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા પ્રમુખ્સ્વામી નગર આધ્યાત્મિક સ્થળની મુલાકાત માટે લોકોમાં એવો અનેરો ઉત્સાહ હતો કે પગ મૂકવાની જગ્યા નથી રહેતી. છતાં પણ અહીંના અદભુત આયોજનમાં જરા પણ ઉણપ જોવા નથી મળી. પ્રમુખસ્વામી નગરનુ ભવ્ય પ્રવેશદ્વાર, બાળનગરી, PSM Light Show, પ્રમુખસ્વામી મહારાજના જીવન સાથે જોડાયેલી વિવિધ વસ્તુ અને પ્રેમવતી પ્રસાદમ્ લોકોને ખૂબ આકર્ષી રહ્યા હતા.

આ પણ વાંચો: રસોડામા વપરાતા મસાલાઓના ઔષધિય ઉપયોગો

PSM Light Show

15મી જાન્યુઆરીના દિવસે સમારંભના અંતિમ દિવસે મહંતસ્વામી મહારાજે મોરની આકૃતિ વાળા સિંહાસન પર બેસીને હરિભક્તોને દર્શન આપ્યા હતા. PSM Light Show: ની વાત કરીએ તો પ્રમુખસ્વામી નગરના કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજની જોવાલાયક વિરાટ મૂર્તિ, દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ અને સાઉન્ડ શો સહિત અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખો લોકોને અભિભૂત કર્યાં છે.

ઘણા લોકો આ શતાબ્દી મહોત્સવમા જવાની ઇચ્છતા હોવા છતા અમુક કારણોસર જઇ ન શક્યા હોઇ. ત્યારે પ્રમુખ સ્વામી સ્વામી નગરી ના અદભુત લાઇટ અને સાઉન્ડ શો નો વિડીયો BAPS ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ પર મૂકવામા આવ્યો છે. 24 મિનિટના આ વિડીયોમા પ્રમુખ સ્વામી નગરીના અદભુત લાઇટ અને સાઉન્ડ શો ની પ્રસ્તુતી જોઇ દિવ્યતા અનુભવશો.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવને એમુખ્ય વિશેષતા સ્વયંસેવકો અને લોકો દ્વારા જાળવવામા આવેલ સ્વયંશિસ્ત હતા. આ મહોત્સવમા સેવા આપવા માટે માત્ર ગુજરાત અને ભારતમાથી જ નહિ પરંતુ વિદેશથી હરિભક્તો આવ્યા હતા.

આ પણ વાંચો: ખાનગી શાળામા ધો. 6 થી 12 સુધી ફ્રી અભ્યાસ. જાણો તમામ માહિતી

ભોજનશાળા અને હોસ્પિટલની વ્યવસ્થા

આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી લાખ્ખો હરિભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડયુ હતુ.. આ મહોત્સવમાં અંદાજે 1 લાખ જેટલાં સ્વયં સેવકો ત્યાં ખડેપગે સેવા આપી રહ્યાં હતા તેમના માટે અલાયદી ભોજનશાળા, રહેવા માટેની વ્યવસ્થા અને મેડિકલ માટે હોસ્પિટલની વ્યવસ્થા કરવામા આવી હતી. આ સાથે જ નિયમિત રીતે અહીં આવતા હરિભક્તોને પણ વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ અને દવા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા.

PSM 100 મોબાઇલ એપ.

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દેશવિદેશથી આવેલા લાખો હરિભક્તોને કોઈ અગવડ ના પડે તેમજ મુલાકાતીઓને હાલાકી ના પડે એ માટે હવે ટેકનોલોજીની મદદ લેવામા આવી હતી. શતાબ્દી મહોત્સવની તૈયારીઓમાં લાગેલા અનેક સ્વયંસેવકોએ અલગ અલગ પ્રકારની સેવા આપી હતી. અહીંની વ્યવસ્થા સચવાય એ માટે PSM 100 નામની એપ્લિકેશન બનાવી પ્લે સ્ટોર પર મૂકવામા આવી હતી. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી આ એપ્લિકેશન મારફત પ્રચાર-પ્રસાર જ નહીં, પણ પરિવહન પણ કંટ્રોલ કરવામા આવ્યો હતો. શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવનારની મદદ કરવાના ઉદ્દેશ સાથે ખાસ ડિઝાઈન કરેલી આ એપ્લિકેશન 24×7 યુઝર્સને મદદરૂપ બની હતી.

આ પણ વાંચો: ભારતની સૌ પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન

આ અદભુત PSM લાઇટ અને સાઉંડ શો જુઓ અને ટેકનોલોજીની કમાલ. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ મા દેશ વિદેશમાથી 1 મહિનામા લાખો લોકોએ મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. અને 1 મહિના દરમિયાન હજારો સ્વયંસેવકોએ સેવા આપી હતી. અને લોકોમા પણ ખૂબ જ સ્વયંશિસ્ત જોવા મળ્યુ હતુ. ત્યારે દેશ વિદેશમાથી આવેલા લાખો હરિભક્તો ખૂબ જ ધન્યતા અનુભવતા હતા.

અગત્યની લીંક

PSM Light Show વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
PSM Light Show
PSM Light Show

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યારે યોજાયો હતો ?

14 ડિસેમ્બર 2022 થી 15 જાન્યુઆરી 2023

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ક્યા યોજાયો હતો ?

અમદાવાદ

પ્રમુખ સ્વામી નગરમાં કેટલા લોકો એ મુલાકાત લીધી હતી?

એક મહિના સુધી ચાલનારા ઉત્સવમાં અંદાજે 12.1 મિલિયનથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

4 thoughts on “PSM Light Show: અદભુત લાઇટ શો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમા જવાનુ ચૂકી ગયા હોય તો આ લાઇટ સાઉન્ડ શો અચૂક જુઓ”

Leave a Comment

error: Content is protected !!