Post Saving Scheme: પોસ્ટ ની આ બચત યોજનામા ડેઇલી રોકો 133 રુપીયા, મળશે 3 લાખ; વ્યાજદરમા થયો વધારો

Post Saving Scheme:પોસ્ટ બચત યોજના: Post Saving Interest Rate: નાની બચત કરનારાઓ પોસ્ટ ઓફીસ ની વિવિધ બચત યોજનાઓને પ્રાધાન્ય આપતા હોય છે. મધ્યમ વર્ગના લોકો નાની બચતોનુ રોકાન કરી શકે તે માટે પોસ્ટ વિભાગ અનેક સારી બચત યોજનાઓ ચલાવે છે અને તેના પર વ્યાજદર પણ સારા હોય છે. પોસ્ટ ની આવી જ એક સારી બચત યોજના એટલે રીકરીંગ ડીપોઝીટ યોજના. જેમા વ્યાજદર પણ ઊંચો હોય છે.

Post Saving Scheme

પોસ્ટ ઓફિસની વિવિધ બચત યોજનાઓ દેશના મધ્યમ વર્ગ માટે રોકાણ માટે પસંદગીનો વિકલ્પ હોય છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ગેરંટેડ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસ એવી પણ યોજનાઓ ચલાવે છે, જેમાં તમે દર મહિને રોકાણ કરીને સારુ એવુ રિટર્ન મેળવી શકો છો. તમે દર મહિને તમારા બજેટમાંથી થોડા થોડા પૈસા બચાવી આ યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ ગ્રાહકોને આરડી એટલે કે રીકરીંગ ડીપોઝીટ ઓફર કરી રહ્યું છે, જેમાં તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. તેના પર તમને વ્યાજ આપવામા આવે છે. તમે તેમાં દર મહિને ઓછા મા ઓછા 100 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

Post RD Interest Rate

તાજેતરમાં કેન્દ્ર સરકારે રીકરીંગ ડિપોઝિટ પર વ્યાજ ના દર 6.2 ટકાથી વધારી 6.5 ટકા કરી દીધા છે. રોકાણની શરૂઆતમાં રેકરિંગ ડિપોઝિટ પર મળનાર વ્યાજના પૈસામાં બહુ ફેરફાર થતો નથી. તેમાં વ્યાજ ફિક્સ હોય છે. બસ તમારે દર મહિને પૈસા જમા કરાવવાના હોય છે. આવો જાણીએ દર મહિને આરડીમાં જમા કરવા પર કેટલા રૂપિયા મળશે.

દર મહિને 2,000 રૂપિયા જમા કરવા પર મળશે આટલા રૂપિયા
જો તમે રીકરીંગ ડિપોઝિટમાં દર મહિને 2000 રૂપિયાનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 1,41,983 રૂપિયા પાકતી મુદતે પરત મળશે. જો તમે દર મહિને 2000 રૂપિયા રોકાણ કરતા હોય તો તમે દરરોજ ના 66 રૂપિયા પ્રમાણે વાર્ષિક 24000 નું રોકાણ કરવાનુ આવશે.. જે પાંચ વર્ષમાં 1,20,000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 21983 રૂપિયાનું વ્યાજ મળશે. મેચ્યોરિટી પર તમને કુલ 1,41,983 રૂપિયા મળશે.

यह भी पढे:  મોંઘવારી ભથ્થુ: કર્મચારીઓ આનંદો, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થા મા કર્યો 8 % નો વધારો; જાણો કેટલો વધશે પગાર

આ પણ વાંચો: આયુષ્માન ભારત: હવે ગરીબોને મળશે રૂ.10 લાખનો મેડીકલ વિમો, આયુષ્માન ભારત યોજનાનો લાભ કઇ રીતે લેશો

દર મહિને 4 હજારનું રોકાણ કરશો તો આટલા રૂપિયા મળશે
જો તમે રિકરિંગ ડિપોઝિટમાં દર મહિને 4000 રૂપિયાનું રોકાણ કરતા હોય તો તમને પાકતી મુદતે પર 2,83,968 રૂપિયા મળશે. જો તમે દર મહિને ચાર હજારનું રોકાણ કરો છો તો દરરોજના 133 રૂપિયા નુ રોકાન કરવાનુ થાય. તે મુજબ વાર્ષિક 48000 રૂપિયાનું રોકાણ કરવાનુ થાય. આ પાંચ વર્ષના મુદતમા 240000 રૂપિયા થઈ જશે. તેમાં તમને 43968 રૂપિયાનું વ્યાજ મળશે. તમને મેચ્યોરિટી પર 2,83,968 રૂપિયા પરત મળી શકે..

Post Saving Scheme
Post Saving Scheme

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

4 thoughts on “Post Saving Scheme: પોસ્ટ ની આ બચત યોજનામા ડેઇલી રોકો 133 રુપીયા, મળશે 3 લાખ; વ્યાજદરમા થયો વધારો”

  1. ડાયરેક્ટ એકાઉન્ટ ખોલી શકાય કે એજન્ટ ની જરૂર પડશે

    Reply

Leave a Comment

error: Content is protected !!