PM YASASVI Yojana: ધોરણ 9 થી 12 મા મળશે 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ, ફોર્મ ભરાવાનુ શરૂ

PM YASASVI Yojana: પીએમ યસસ્વી યોજના: કેંદ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘની શિષ્યવૃતિ યોજનાઓ ચલાવવામા આવે છે. ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય મળી રહે તે માટે આવી જ એક યોજના એટલે PM YASASVI Yojana. આ યોજનામા ધોરણ 9 થી 12 મા વિદ્યાર્થીઓને રૂ. 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે. આ યોજના માટેના ફોર્મ ઓનલાઇન ભરાવાનુ શરૂ થઇ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ ભરવાની અને કયા ડોકયુમેન્ટ જોઇએ, કેવી રીતે શિષ્યવૃતિ આપવામા આવે વગેરે જેવી માહિતી આ પોસ્ટમા આપણે મેળૅવીશુ.

Digital Gujarat Scholarship

ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ડીઝીટલ ગુજરાત પર શિષ્યવૃતિ માટેની દરખાસ્ત પ્રપોઝલ તૈયાર થાય છે. ચાલુ વર્ષ 2023-24 માટે ડીઝીટલ ગુજરાત પર ઓનલાઇન ફોર્મ ભરાવાનુ ચાલુ થઇ ગયેલ છે. જેમા વિદ્યાર્થી જે શાળા મા ભણતા હોય તે શાળામાથી તેની શિષ્યવૃતિ માટે ની દરખાસ્ત ઓનલાઇન કરવામા આવે છે.છે. જેમા નીચે મુજબ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.

જાતિધોરણકુમાર/કન્યાવાર્ષિક શિષ્યવૃતિ
SC અનુસૂચીત જાતિધો. 1 થી 5કુમાર/કન્યારૂ. 750
SC અનુસૂચીત જાતિધો. 6 થી 8કુમારરૂ. 750
SC અનુસૂચીત જાતિધો. 6 થી 8કન્યારૂ.1000
SC અનુસૂચીત જાતિધો. 9 થી 10કુમાર/કન્યારૂ.1000
SC તમામ અનુસૂચીત જાતિધો. 1 થી 8કુમાર/કન્યારૂ.900

PM YASASVI સ્કોલરશીપ ડીઝીટલ ગુજરાત

ડીઝીટલ ગુજરાત ઉપર પણ PM YASASVI સ્કોલરશીપ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. જેમા ગુજરાત સરકાર તરફથી નીચે મુજબ સ્કોલરશીપ આપવામા આવે છે.

  • ધોરણ 9 અને 10 માટે રુ. 4000
  • બી.એ., બી.એસ.સી. , બી.કોમ. રુ. 8000
  • ધોરણ 11-12 અને ITI રુ. 5000
  • ડીપ્લોમા,પોલીટેકટીક,નર્સીંગ રુ. 13000
  • એન્જીનીયરીંગ,મેડીકલ રુ. 20000

ડીઝીટલ ગુજરાત પર PM YASASVI યોજના માટેન અઓનલાઇન ફોર્મ ભરાવાનુ હજુ ચાલુ થયેલ નથી. જે ચાલુ થયે પરિપત્ર દ્વારા જાણ કરવામા આવતી હોય છે. તેના માટે આપની શાળા કોલેજમાથી માહિતી મળી રહેશે.

પીએમ યસસ્વી યોજના

PM YASASVI Yojana એટલે કે PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)) હેઠળની Top Class School Education for OBC, EBC and DNT Students યોજના વર્ષ :૨૦૨૨-૨૩ થી અમલમા આવેલી યોજના છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ લેવામા આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: Asia Cup Schedule: એશીયા કપનુ શીડયુલ થયુ જાહેર, આ તારીખે છે ભારત-પાકીસ્તાન ની મેચ

PM YASASVI શિષ્યવૃતિ

  • આ શિષ્યવૃતિ યોજના મા વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
  • આ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની રહેતી નથી.
  • આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.
  • વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
  • આ યોજનામા આવક મર્યાદા આ મુજબ નિયત કરવામા આવેલી છે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ.
  • આ યોજનામા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
  • ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ આપવામા આવે છે.
  • આ શિષ્યવૃત્તિ યોજના માટે મંત્રાલય દ્વારા પસંદ કરવામા આવેલી શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલી છે.

આ પણ વાંચો: કન્જકટીવાઇટીસ: આંખ આવવી આ વાયરલ બીમારીમા શું ધ્યાન રાખવુ, શું કરવુ, શુંં ન કરવુ

યસસ્વી સ્કોલરશીપ ડોકયુમેન્ટ લીસ્ટ

આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂર પડે છે.

  • ઉમેદવાર પાસે ધોરણ-10 પાસનું રીઝલ્ટ અથવા
  • ધોરણ 8 પાસનું રીઝલ્ટ હોવું આવશ્યક છે.
  • નિયત કરેલી આવકનુ સક્ષમ સતાધીકારીનો દાખલો
  • ઉમેદવારનું આઇ.ડી. કાર્ડ
  • ઇમેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર.

યસસ્વી સ્કોલરશીપ ઓનલાઇન ફોર્મ

આ યોજનાનુ ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • યસસ્વી શિષ્યવૃત્તિ યોજના દ્વારા ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરીને અને નિયત તારીખ પહેલા તેનો લાભ મેળવી શકે છે. આ યોજનામાં કેવી રીતે અરજી કરવી.
  • આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે.
  • આ માટે YASASVI યોજનાની ઓફીસીયલ વેબસાઇટ https://yet.nta.ac.in/ ની મુલાકાત લો,
  • ઉમેદવારે સફળતાપૂર્વક રજિસ્ટ્રેશન કર્યા પછી, તેઓ નીચેનામાંથી એક શિષ્યવૃત્તિ કાર્યક્રમો માટે અરજી કરવા પાત્ર છે:
  • ટ્રસ્ટ થિંક માટેના ઉમેદવારોએ મુખ્ય પેજના “Helpful Links” વિભાગમાં સ્થિત “Login” લેબલવાળા બટનને ક્લિક કરીને લોગ ઇન કરવું જરૂરી છે.
  • પછી તમે તમારી સામે એક નવું પેજ જોશો, જેના પર તમારે સબમિટ બટન પર ક્લિક કરતા પહેલા તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એંટર કરવાના રહેશે.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા

SAR/NT/SNT શ્રેણીના OBC/EBC/DNT વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ યોજના માટે ઓંલાઇન ફોર્મ ભરી શકે છે.

માત્ર ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશીપ પરીક્ષા આપી શકે છે.

સ્કોલરશીપ માટેની આ યોજના ખુબ જ સારી છે. જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અચુક જાણ કરો.

આ યોજના અંતર્ગત નિયત થયેલી શાળાઓમા અભ્યાસ કરતા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. તમારા જિલ્લાની શાળાઓનુ લીસ્ટ જોવા માટે આ પોસ્ટમા નીચે લીંક મૂકેલી છે. તેના પરથી જોઇ શકો છો.

અગત્યની લીંક

PM YASASVI Yojana ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
PM YASASVI Yojana સ્કુલ લીસ્ટઅહિં ક્લીક કરો
ઓફીસીયલ નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
PM YASASVI Yojana
PM YASASVI Yojana

FaQ’s

PM YASASVI Yojana નુ પુરૂ નામ શું છે ?

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India

PM YASASVI સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા વેબસાઇટ કઇ છે ?

https://yet.nta.ac.in/

PM YASASVI સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવાની તારીખ શું છે ?

11-7-2023 થી 17-8-2023

PM YASASVI સ્કોલરશીપ યોજના મા કેટલી સ્કોલરશીપ મળવાપાત્ર છે ?

ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.75000
ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 125000

PM YASASVI સ્કોલરશીપ યોજના મા કયા ધોરણના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે ?

ધ્રોઅણ 9 અને 11 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

88 thoughts on “PM YASASVI Yojana: ધોરણ 9 થી 12 મા મળશે 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ, ફોર્મ ભરાવાનુ શરૂ”

  1. Laptops have become an essential part of modern life, offering convenience and portability for various tasks. The advancements in technology have led to thinner, lighter, and more powerful laptops over the years. When choosing a laptop, it’s crucial to consider factors such as the processor, RAM, storage capacity, graphics capabilities, and battery life based on your specific needs.

    Reply

Leave a Comment

error: Content is protected !!