PM Modi: પીએમ મોદિ એ દેશવાસીઓને કરી 9 અપીલ, મેડ ઇન ઇન્ડીયા વસ્તુ જ વાપરો, પાણી બચાઓ અને સ્વચ્છતા જાળવો

PM Modi: પીએમ નરેન્દ્ર મોદિ દ્વારા દેશનાં નાગરિકોને ભાવિ પેઢીનાં ભવિષ્યને લઈ દરેક નાગરિકને નવ અપીલ કરી છે. જેમાં લોકો દ્વારા મેડ ઇન ઈન્ડિયાની ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવાની . તેમજ ડ્રગ્સ તેમજ નશાખોરી જેવા દૂષણો થી આજની યુવા પેઢીને દૂર રહેવા અપીલ કરી છે. તે સિવાય ખેડૂતો અને અન્ય લોકો માટે પણ અનેક સૂચનો કર્યા છે.

PM Modi ની 9 અપીલ

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દેશવાસીઓ તમારો અને મારો સબંધ ખૂબ જ જૂનો છે. હું જ્યારે પણ તમારી લોકોની વચ્ચે આવું છું ત્યારે કંઈને કંઈ લોકોને અપીલ કરૂ છું. આજે હું ફરી તમારી લોકોની સાથે મારા આગ્રહ વ્યક્ત કરવા માંગુ છું. આ એક તરફથી મારી તમામ દેશવાસીઓને 9 અપીલ છે. હું જાણુ છુ કે તમે આમાંથી કેટલીક બાબતો મા પહેલીથી જ જોડાયેલા છો. પરંતું તમારા માટે અને તમારી યુવા પેઢી માટે હું આ 9 અપીલ કરુ છું.

PM મોદીએ નાગરિકોને કરી અપીલ કરેલ 9 મુદ્દા નીચે મુજબ છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદિએ જણાવ્યુ હતુ કે પાણીનું એક એક ટીપું મહત્વનું છે. અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ લોકોનો જાગૃત કરો. પાણીનો બીનજરૂરી વ્યય અટકાવો.
  • ગામ ગામે જઈ લોકોને ડીઝીટલ લેવડ-દેવડ માટે જાગૃત કરો. અને રોકડ પેમેન્ટ ને બદલે હંમેશા ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ નો ઉપયોગ કરો.
  • હંમેશા સ્વચ્છતા જાળવો અને તમારુ ગામ, તમારુ શહેર તેમજ તમારી સોસાયટીઓને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે કામ કરો.
  • લોકલ ચીજ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો. ભારતમા બનેલી મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ ચીજ વસ્તુઓનો જ ઉપયોગ કરવો.
  • આપણા દેશનાં પ્રવાસન સ્થળોને ફરવા માટે વધુ મહત્વ આપો.
  • પ્રાકૃતિક ખેતી પધ્ધતિઓનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને જાગૃત કરો.
  • શ્રી અન્નનો તમારા જીવનમાં સમાવેશ કરો.
  • રમત ગમતને તમારા જીવનમાં સમાવેશ કરો. અને યોગ, વ્યાયામ જેવી શારીરિક એકટીવીટીઓ સાથે જોડાયેલા રહો.
  • કોઈ પણ પ્રકારના ડ્રગ્સ તેમજ નશાની ખરાબ આદતો થી દૂર રહો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
PM Modi
PM Modi

1 thought on “PM Modi: પીએમ મોદિ એ દેશવાસીઓને કરી 9 અપીલ, મેડ ઇન ઇન્ડીયા વસ્તુ જ વાપરો, પાણી બચાઓ અને સ્વચ્છતા જાળવો”

Leave a Comment

error: Content is protected !!