પાસપોર્ટ પ્રોસેસ: પાસપોર્ટ કઢાવવાના નિયમો મા ફેરફાર, હવે વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશને નહિ જવુ પડે

પાસપોર્ટ પ્રોસેસ: પાસપોર્ટ વેરીફીકેશન: ભારતમા પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ સ્ટેશને વેરીફીકેશન માટે જવુ જરૂરી હતુ. પરંતુ હવે આ નિયમો મા બદલાવ કરવામા આવ્યો છે. હવેથી પાસપોર્ટ કઢાવવા માટે પોલીસ સ્ટેશને વેરીફીકેશન ની જરૂર નથી. પોલીસ મહાનિર્દેશકે આ અંગે પરિપત્ર જારી કર્યો છે.

  • અગાઉ પોલીસ સ્ટેશને જવુ પડતુ હતુ વેરીફીકેશન મા
  • પાસપોર્ટ વેરીફીકેશન પ્રક્રિયામા કરવામા આવ્યો ફેરફાર
  • પોલીસ હવે સરનામુ ચકાસવા નહી આવે ઘરે
  • અમુક કિસ્સામા જ રહેણાંક ની ખરાઇ કરવા પોલીસ આવશે ઘરે

પાસપોર્ટ પ્રોસેસ

Passport Verification : દિવાળી બાદ હવે પાસપોર્ટ કઢાવવા માટે અરજી કરી રહેલા અરજદારો માટે એક સારા સમાચાર આવ્યા છે. પાસપોર્ટ કઢાવવા માટે ના પોલીસ વેરીફીકેશન ના નિયમો મા ફેરફાર કરવામા આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં સુધારો કરવામા આવ્યો છે. વિગતો મુજબ કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જારી કર્યો છે. જે મુજબ હવે પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશન નહી બોલાવવામા આવે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે ખરાઇ કરવા નહી આવે. નોંધનિય છે કે, આ અગાઉ પાસપોર્ટ અરજદારોને પોલીસ પહેલા સ્ટેશન બોલાવતી હતી અથવા તેમના રહેણાંક ની ખરાઇ કરવા માટે ઘરે પણ જતી હતી.

આ પણ વાંચો: Mparivahan App: કોઇ પણ વાહનની તમામ વિગતો જાણો વાહન નંબર નાખીને

પાસપોર્ટ વેરીફીકેશન

કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે જારી કરેલ પરિપત્રથી પાસપોર્ટ અરજદારોને ઘણી રાહત મળી છે. હવે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશન વેરીફીકેશન માટે બોલાવવામા નહી આવે. આ સાથે પોલીસ પણ અરજદારના ઘરે રહેણાંકનુ વેરીફીકેશન કરવા નહી જાય. જેથી હવે અરજદારોના સરનામા ચકાસણીની આવશ્યકતા રહેતી નથી અને જો કોઈક કિસ્સામાં જરૂર પડે તો જ પોલીસ અરજદારના ઘરે જશે. પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં આ સુધારો કરાયા બાદ હવે પાસપોર્ટ અરજદારોનુ કામ ઘણુ સરળ બની ગયુ છે.

પોલીસ મહાનિર્દેશકે જારી કરેલા આ પરીપત્રની મુખ્ય જોગવાઇઓ નીચે મુજબ છે.

  • પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશને રૂબરૂ બોલાવવાની જરૂરિયાત રહેતી નથી.
  • પાસપોર્ટ અરજદારોના વેરીફીક્શન મા હવે તેની નાગરીકતા અને ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરવામા આવશે.
  • પોલીસ દ્વારા પાસપોર્ટ અરજદારોના સરનામાની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી.
  • પોલીસ દ્વારા પાસપોર્ટ અરજદારો ને રૂબરૂ મળી સહી લેવાની જરૂરીયાત નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
પાસપોર્ટ પ્રોસેસ
પાસપોર્ટ પ્રોસેસ

Leave a Comment

error: Content is protected !!