Parle-G Meaning: આપણે સૌ કોઇ બિસ્કીટ તો ખાતા જ હોઇએ છીએ. બિસ્કીટ નુ નામ આવે એટલે આપણા સૌ કોઇના મનમા એક જ નામ સૌથી પહેલુ આવે પારલે-જી. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે પારલે બિસ્કીટના નામમા પાછળ G શા માટે લગાવવામા આવ્યો છે ? G નો અર્થ શું થાય ? આજે આપણે આ પોસ્ટમા Parle-G Meaning ની રસપ્રદ માહિતી જાણીશુ.
Parle-G Meaning
શું તમને ખબર છે કે દુનિયાની સૌથી વધુ બિસ્કીટ વેચનારી કંપની કઈ છે? બ્રિટાનિયા, ઓરિયો કે કોઈ અન્ય બિસ્કીટ કંપનીનુ નામ તમારા મગજમા આવ્યું હશે. જો કે, ઘણા લોકો હશે જે આ સવાલને વાંચતા જ સમજી ગયા હશે કે આ પ્રશ્નનો જવાબ એક જ હોઇ શકે Parle-G જ હોઈ શકે છે. દુનિયામાં સૌથી વધુ બિસ્કીટ વેચનારી બિસ્કિટ પારલે જી છે. આજે આ પોસ્ટ મા આપણે જણાવીશું કે, આ બિસ્કીટની આ દેશી બ્રાન્ડનો ઉદભવ કેવી રીતે થયો અને તે આટલી ઊંચાઈએ કેવી રીતે પહોચી કે પારલે એ સારી-સારી બ્રાન્ડને ધૂળ ચડાવી દીધી.
પારલે -જી ઇતિહાસ
કેવી રીતે કંપનીને મળ્યું આ નામ – પારલે જી ની શરૂઆત ખૂબ જૂની છે. આઝાદીના સંઘર્ષ દરમિયાન સ્વદેશી આંદોલનની વચ્ચે પારલે જી ની નાના પાયે શરૂઆત થઈ હતી. જ્યારે દેશવાસીઓએ સ્વતંત્રતા સેનાનીઓને વિદેશી સામાનનો બહિષ્કાર કરવાનું કહ્યું હતું. મોહનલાલ દયાલે તેની પહેલા એક ફેક્ટરી ની સ્થાપના કરી. આ ફેકટરી માટે એ સમયે જર્મનીથી તે સમયે 60,000 રૂપિયાની મશીનરી લાવવામાં આવી હતી. ફેક્ટરીમાં 12 લોકોથી કામની શરૂઆત કરવામા આવી. 1938 માં આ બિસ્કિટ સૌ પ્રથમ દુનિયાની સામે આવી. એવું માનવામાં આવે છે કે, કંપનીના માલિક તેની સ્થાપના અને કામકાજમા એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે, કંપનીનું નામ જ રાખવાનું ભૂલી ગયા. ત્યારે જે સૌથી સરળતાતી નામ મગજમાં આવ્યું તે તેમણે રાખી દીધું હતુ.
આ કંપનીની સ્થાપના વિલે પાર્લેમાં થઈ ગતી. એટલા માટે તેને પારલેનું નામ આપવામાં આવ્યું હતુ. તો પ્રશ્ન એ થાય કે, G ક્યાંથી આવ્યો. આ કંપનીનુ પહેલા નામ પારલે ગ્લૂકો હતું. કંપની આ બિસ્કીટને ગ્લૂકોઝથી ભરપૂર જણાવીને માર્કેટિગ કરી રહી હતી. પછી નામને બોલવામાં સરળ લાગે તે માટે ગ્લૂકોને જી કરી દેવામાં આવ્યું. તેનાથી કંપનીને અન્ય કંપનીઓની સામે સ્પર્ધાત્મકતા સામે લડવામાં મદદ મળી. આગળ જઈને બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે જી ફોર જીનિયસ કરી દેવામાં આવ્યું. અને આ રીતે બન્યુ Parle-G.
આ પણ વાંચો: Petrol Car vs Diesel Car: પેટ્રોલ કાર ખરીદવી કે ડીઝલ કાર, જાણો બન્નેમા શું તફાવત હોય
પારલે-જી ના પેકેટ પર ફોટો છે તે બાળકી કોણ છે ?
ઘણા બધા લોકો પૂછતા હોય છે કે પારલે ના પેકેટ પર જે બાળૅકીનો ફોટો છે તે કોણ છે ? આ બાળકી બાબતે લોકો એવુ માનતા હતા કે આ બાળકી ઈન્ફોસિસની શરૂઆત કરનાર રોકાણકાર અને સંસ્થાપક નારાયણ મૂર્તિની પત્ની સૂધા મૂર્તિ છે. જો કે, અ માન્યતા ખોટી છે. પારલે પ્રોડક્ટ્સના પ્રોડક્ટ ગ્રુપ મેનેજર મયંક શાહે જણાવ્યું કે, આખરે આ બાળકી કોણ છે. તેમણે કહ્યુ કે, ખરેખર આ કોઇ બાળકીનો સાચો ફોટો નથી. તેને પ્રતિભાશાળી આર્ટિસ્ટ મગનલાલ દહિયાએ તેમની કલ્પનાથી 1960 માં બનાવેલ ફોટો છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |

Parle-G મા G નો અર્થ શું થાય ?
પારલે-જી પહેલા પારલે ગ્લુકોઝ માટે શબ્દ વપરાતો. હવે તેને જી ફોર જીનીયસ કરી દેવામા આવ્યુ છે.
1 thought on “Parle-G Meaning: બિસ્કીટ પારલે- G મા G નો અર્થ શું થાય, G જ શા માટે લગાવવામા આવ્યો; જાણવા જેવી માહિતી”