PAN Aadhar Link Status: આધાર પાન લીંક સ્ટેટસ: આપણી પાસે ઘણા ડોકયુમેન્ટ હોય છે. પરંતુ આ બધામા આધાર કાર્ડ અને પાન કાર્ડ ખૂબ જ અગત્યના ડોકયુમેન્ટ છે. આવકવેરા વિભાગે તમામ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ ને લીંક કરવાનુ ફરજીયાત બનાવ્યુ છે. આમ તો આપણે મોટાભાગના એ આધાર અને પાન લીંક કરાવેલા હોય જ છે પરંતુ આપણે આધાર-પાન લીંક છે કે નહિ તે ખબર હોતી નથી. આજે આ પોસ્ટમા આપણે PAN Aadhar Link Status કેમ ચેક કરવુ તે જોઇશુ.
PAN Aadhar Link Last date
પાન આધાર લીંક કરવા માટે ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ઝૂંબેશ ચલાવી રહ્યો છે. અને અગાઉ આ કામ ફ્રી મા કરી શકતા હતા. 30 જૂન 2022 સુધી આધાર-પાન લીંક માટે રૂ.500 લેટ ફી હતી. ત્યારબાદ આ લેટ ફી વધારી રૂ.1000 કરવામા આવી છે. જેની છેલ્લી મુદત તા.31 માર્ચ 2023 છે. 31 જુન 2023 સુધીમા જો આધાર-પાન લીંક કરવામા નહિ આવે તો પાન કાર્ડ ઇનએકટીવ બની જશે. અને પાન કાર્ડ સાથે સંકળાયેલા ઘના કામ અટકી પડશે. એટલે આધાર પાન 31 જુન પહેલા ઓનલાઇન લીંક કરાવી લેવા જોઇએ.
PAN Aadhar Link Status
આધાર અને પાન કાર્ડ લીંક થયેલા છે કે નહિ તે 2 રીતે જાણી શકાય છે. 1. ઓનલાઇન ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી અને 2. એસ.એમ.એસ. દ્વારા આપણે આ બન્ને રીતે કેમ સ્ટેટસ ચેક કરવુ તે જોઇશુ.
આવકવેરા વિભાગની સાઇટ પરથી
ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ પરથી સાવ સરળ રીતે આપણે PAN Aadhar Link Status ચેક કરી શકીએ છીએ. આ માટે નીચેની સીમ્પલ પ્રોસેસ ફોલો કરવાની રહેશે.
- સૌ પ્રથમ ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા જમણી બાજુ આપેલ Link Aadhar Status ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારો પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર એન્ટર કરો.
- જો તમારુ આધાર-પાન લીંક હશે તો તમને સ્ક્રીન પર મેસેજ દેખાશે. જેમા નીચે મુજબ લખેલ હશે.
- Your PAN XXXXXXXXXX is already linked to given Aadhaar XXXXXXXXXXXX
- જો તમારુ આધાર પાન લીંક નહિ હોય તો આધાર પાન લીંક નથી તેવો મેસેજ દેખાશે.
આધાર-પાન લીંક કરવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ વાંચવા અહિં ક્લીક કરો
SMS થી સ્ટેટસ ચેક કરો
SMS થી આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ તમારા ફોનમા એક મેસેજ ટાઇપ કરો જેમા લખો UIDPAN ત્યારબાદ એક સ્પેસ છોડો.
- ત્યારબાદ તમારો 12 આકડાનો આધાર નંબર લખો
- ત્યારબાદ એક સ્પેસ આપો
- ત્યારબાદ તમારો પાન કાર્ડ નંબર લખો.
- આખો મેસેજ આરીતે દેખાશે. UIDPAN <આધાર નંબર> <પાન નંબર>
- ત્યારબાદ આ મેસેજ ને 567678 અથવા 56161 પર મોકલી દો.
આધાર પાન લીંક નહિ હોય તો શું થશે ?
આધાર પાન લીંક નહિ હોય તો 30 જુન બાદ તમારુ પાન કાર્ડ ઇનએકટીવ બની જશે. પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી શકે છે. ખાસ કરીને પાન કાર્ડ ઇનએકટીવ હોવાથી બેંકખાતા સાથે જોડાયેલા ઘણા કામ અટકી શકે છે. જેમા રોકડ જમા કરવા, ઉપાડવા, મુચ્યુઅલ ફંડમા રોકાણ જેવા કામો ટકી શકે છે.
માટે આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરી જો લીંક ન હોય તો આ કામ 31 માર્ચ પહેલા પુરૂ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ સબંધી કોઇ કામ અટકી ન પડે.
આધાર પાન લીંક નહિ હોય તો આટલા કામ અટકી પડશે. પુરૂ લીસ્ટ જોવા અહિં ક્લીક કરો
જો PAN કાર્ડ લિંક મહિ હોય , તો 1 જુલાઇ , 2023 થી, PAN કાર્ડનો ઉપયોગ થઇ શકસે નહીં. એકવાર PAN કાર્ડ ધારક આ સમયમર્યાદા ચૂકી જાય, 10 અંકનો પાન કાર્ડ નંબર ડી એકટીવ થઈ જશે અને પાન કાર્ડ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, તપાસો કે તમારું pan aadhaar link online છે કે નહીં તે ઉપર આપેલી પ્રોસેસ પ્રમાણે ચેક કરો. હાલ આધાર પાન લીંક કરવા માટે થોડા દિવસો જ બાકી છે. તેથી 30 જુન પહેલા આ કામ અચૂક પુરૂ કરવુ જોઇએ.
અગત્યની લીંક
આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ શું છે ?
30 જુન 2023
આધાર પાન લીંક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.incometax.gov.in
આધાર પાન લીંક કરવાનો ચાર્જ શું છે ?
રૂ.1000
આધાર પાન લીંક કરવા બન્ને મા એકસરખા નામ હોવા જોઇએ ?
હા, આધાર અને પાન કાર્ડ બન્ને મા એકસરખા નામ હોવા જોઇએ.
Khub saras mahiti aabhar..
Kaise chek kare
Mara pan cardama xendar mistec hovathi link thatu nathi pan card sudharva application apel che parntu 31March 2023 pahela sudarine ave avu lagtu nathi to mare let fee bharvi padse