જુની પેન્શન યોજના: શું કર્મચારીઓને મળશે જુની પેન્શન યોજના, મીડીયાના રિપોર્ટ અંગે સરકારે કર્યો ખુલાસો

જુની પેન્શન યોજના: Old pension scheme: હાલ કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના એટલે કે NPS લાગુ છે. જેમા હવે નવા નોકરીએ લાગેલા કર્મચારીઓને જુની પેંશન યોજનાને બદલે નવી પેન્શન યોજના મુજબ પેંશન મળવા પાત્ર છે. જુની પેંશન યોજના લાગુ કરવા માટે કર્મચારીઓએ ઘણી હડતાલો અને આંદોલનો પન કર્યા હતા. હાલ કેંદ્ર સરકાર ફરીથી જુની પેંશ યોજના લાગુ કરવા જઇ રહિ છે તેવા ન્યુઝ ઘણા મીડીયામા આવ્યા હતા. શું સરકાર ફરીથી જુની પેંશન યોજના મુજબ પેંશન આપશે કે કેમ તે અંગે સરકારે સ્પષ્ટતા કરી છે.

જુની પેન્શન યોજના

  • કેન્દ્ર સરકાર કર્મચારીઓને 40-45% ટકા પેન્શન આપી શકે તેવા ન્યુઝ આવ્યા હતા.
  • બે સરકારી અધિકારીઓએ કરી આ અંગે સ્પષ્ટતા
  • લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓનું પેન્શન વધશે તેવા ન્યુઝ આવી રહ્યા છે.
  • જોકે હવે સરકારે મીડિયા રિપોર્ટને ફગાવ્યો છે.

લોકસભા ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછો સમય હવે બાકી રહ્યો છે અને આવી સ્થિતિમાં સરકાર ઘણી નવી યોજનાઓ અને લાભો જાહેર કરી શકે છે. સરકારી કર્મચારીઓને પણ એક મોટો ફાયદો થઈ શકે છે. સરકારી અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારા-વધારા કરીને તેના કર્મચારીઓને છેલ્લા પગારના ઓછામાં ઓછા 40-45 ટકા પેન્શન આપવાની યોજના બનાવી રહિ છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને મોદી સરકારે એપ્રિલમાં પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી છે. હવે સમાચાર આવ્યા છે કે સરકાર ન્યૂ માર્કેટ લિન્ક્ડ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવા પર વિચારણા કરી રહી છે.

સરકારે ફગાવ્યા આ ન્યુઝને

સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યુ છે કે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામા આવ્યો નથી. આ બાબત હજુ વિચાર વિમર્સ હેઠળ વિચારાધિન છે.

શું આવ્યા હતા ન્યુઝ ?

ન્યુઝમા એવુ આવ્યું હતું કે સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારો કરવાનુ વિચારી રહી છે જેથી કર્મચારી અને સરકાર બંને હજુ પણ પોતાનુ યોગદાન આપી શકે. પરિણામે કર્મચારીઓને છેલ્લા પગારના 40-45 ટકા પેન્શન મળી શકે છે. આ મામલામાં એવા ન્યુઝ મળી રહ્યા હતા કે સરકાર કર્મચારીઓનું પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તે જૂની પેન્શન સ્કીમ પાછી અમલમા નહીં લાવે. સરકારનું માનવું છે કે આ નવી યોજના તે રાજ્યોની ચિંતા દૂર કરશે, જેઓ જૂની પેન્શન યોજના ને પાછી લાગૂ કરી રહ્યા છે. સંશોધિત પેન્શન સ્કીમને કારણે બજેટ પર કોઈ બોજો નહીં પડે. હાલની સેલેરી દર્શાવે છે કે કર્મચારીઓના અંતિમ પગારના 38 ટકા પેન્શન તરીકે મળે છે. આ કિસ્સામાં તેઓએ ફક્ત 2 ટકા વધારાની વ્યવસ્થા કરવી પડશે. જો કે જો બજાર સતત ઘટતું રહેશે તો સરકાર પર બોજ વધી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુની પેંશન યોજના ફરીથી લાગુ કરવા માટે કર્મચારીઓ દ્વારા ઘણા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામા આવ્યા હતા અને રજુઆતો પણ કરવામા આવી હતી. કર્મચારીઓ ફરીથી જુની પેન્શન યોજના લાગૂ કરવામા આવે તેવી આશા રાખી રહ્યા છે. નવી પેન્શન યોજના Nps શેરબજાર આધારીત હોવાથી કર્મચારીઓને નિવૃતિ બાદ ઓછુ પેન્શન મળે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Leave a Comment

error: Content is protected !!