મોબાઇલ ટીપ્સ: વરસાદમા મોબાઇલમા પાણી ઉતરી જાય તો શુ કરવુ, ફોલો કરો આ આસાન ટીપ્સ

મોબાઇલ ટીપ્સ: વરસાદમા મોબાઇલ પલળી જાય તો શુ કરવુ ?: હાલ ચોમાસા ની વરસાદી સીઝન ચાલી રહિ છે. એવામા અવારનવાર આપણે બહાર જ્તા જોઇએ છીએ અને સાથે પ્લાસ્ટીક કોથળી કે કવર ન હોવાથી મોબાઇલ પલળવાના અને પાણી ઉતરવા ના બનાવો બનતા હોય છે. મોબાઇલ મા પાણી ઉતરે તો ફોનને નુકશાન ન થાય તે માટે શું સાવધાની રાખવી તેની કેટલીક ટીપ્સ જોઇએ.

મોબાઇલ ટીપ્સ

અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમા ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ગમે ત્યારે વરસાદમાં આપણે પલળવાનુ થતુ હોય છે. અને એવું પણ થઈ શકે છે કે તમારો ફોન ભીનો થઈ જાય અને મોબાઇલમા પાણી ઉતરી જાય. તો હવે સવાલ એ થાય છે કે ફોનને ઝડપથી સૂકવવા માટે અને વધુ નુકશાન ન થાય તે માટે શું ઉપાયો કરવા જોઇએ ?

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

વરસાદમા મોબાઇલ પલળી જાય તો શુ કરવુ

  • મોબાઇલ ભીનો થઇ જાય કે તેમા પાણી ઉતરી જાય તો સૌ પ્રથમ તો તેને સ્વીચ ઓફ કરી દેવો જોઇએ. કારણ કે ભીના ફોન નો ઉપયોગ કરવાથી તેમા વધુ નુકશાન થવાની શકયતા રહે છે.
  • જો વરસાદ મા તમારો ફોન પલળી જાય અને પાણી ઉતરી જાય તો ક્યારેય તેમા હેર ડ્રાયર ન મારવુ જોઇએ. એટલે કે હેર ડ્રાયરની ગરમ હવાથી તેને સૂકવવાનો ઉપયોગ ન કરવો જોઇએ. હેર ડ્રાયરની ગરમ હવાથી મોબાઇલના નાજુક પાર્ટસ ને નુકશાન થઇ શકે છે.
  • ફોન ભીનો થઇ જાય તો તેમા ચાર્જર ચડાવી પ્લગ ઇન ન કરવુ જોઇએ. તેનાથી શોર્ટ સર્કીટ થવાની શકયતા રહે છે.
  • જો ફોનમા પાણી ઉતરી ગયુ હોય અને તેની સાથે કોઈ હેડફોન અથવા અન્ય કોઈ કેબલ જોડાયેલ હોય, તો તેને તરત જ દૂર કરી દેવો જોઇએ. એ જ રીતે, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ કાઢી નાખવા જોઇએ. આ પછી ફોનને દરેક એંગલથી સારી રીતે હલાવો. જેથી ફોનની અંદર ઉતરેલુ પાણી બહાર આવી શકે.

આ પણ વાંચો: Lucky Mobile Number: જિયોની નવી સ્કીમ, મેળવો તમારો લક્કી નંબર, આ પ્રોસેસથી

  • ફોનને રાંધ્યા વગરના ચોખાના પેકેટમા અથવા ડબરામા રાખી દેશો તો પન અનાજ ભેજ તરત શોષી લે છે.
  • મોબાઇલમા થી જો શકય હોય તો બેટરી રીમુવ કરી દેવી જોઇએ. જો કે હવે રીમુવેબલ બેટરી વાળા ફોન ઓછા આવે છે. પરંતુ બેટરી રીમુવ થઇ શકે તેમ હોય તો તેને રીમુવ કરી દેવી જોઇએ.
  • ફોનને ડ્રાય કપડા અને ટુવાલથી સાફ કરવો જોઇએ જેથી વધુ વધુ ભેજ શોષાઇ શકે.
  • આ બધા ઉપાય કર્યા બાદ તમને એમ લાગે કે હવે મોબાઇલમાથી ભેજ શોષાઇ ગયો છે તો તેને ટેકનીશીયન પાસે લઇ જવો જોઇએ. જાતે ફોનને ઓન કરવાનુ જોખન ન લેવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
મોબાઇલ ટીપ્સ
મોબાઇલ ટીપ્સ

2 thoughts on “મોબાઇલ ટીપ્સ: વરસાદમા મોબાઇલમા પાણી ઉતરી જાય તો શુ કરવુ, ફોલો કરો આ આસાન ટીપ્સ”

Leave a Comment

error: Content is protected !!