મેરા બિલ મેરા અધીકાર: Mera Bil mera Adhikar: આપણે કોઇને કોઇ વસ્તુ ખરીદતા હોઇએ છીએ. આપણે ખરીદેલી કોઇપણ વસ્તુ કે સેવા પર GST ટેક્ષ લાગતો હોય છે.લોકો GST વાલુ બીલ લેવા માટે પ્રેરાય તે માટે સરકારે નવી સ્કીમ લોન્ચ કરી છે. જે અંતર્ગત સરકાર GST વાળુ બીલ અપલોડ કરવા પર રૂ.1 કરોડ સુધીના ઈનામ આપવાની યોજના લાવી રહિ છે. ચાલો જાણીએ આ યોજના વિગતે.
મેરા બિલ મેરા અધીકાર
કેન્દ્ર સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારીઓમાં GST બિલ આપવાની સીસ્ટમ એ પ્રોત્સાહન મળે તે માટે ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી છે. ગુરુવારે આ યોજનાની જાહેરાત કરતી વખતે કેન્દ્ર સરકારે કહ્યું કે આના દ્વારા દર ત્રિમાસિક ગાળામાં 1-1 કરોડના બે બમ્પર ઇનામ આપવામાં આવનાર છે. તે જ સમયે, 10-10 હજારથી લઈને 10-10 લાખ રૂપિયા સુધીના અન્ય પણ ઘણા બધા ઈનામો પણ ભાગ લેનારાઓને આપવામાં આવનાર છે. આ યોજના 1 સપ્ટેમ્બર, 2023 થી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આજના સોના ચાંદિના ભાવ: જાણો આજનો તમારા શહેરનો સોનાનો ભાવ, સોનુ ખરીદવાનો છે બેસ્ટ સમય
રૂ.1 કરોડ સુધીના ઈનામો
10,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીના ઈનામ આપવામા આવશે.
આ વિશેષ યોજના વિશે માહિતી આપતા નાણાં મંત્રાલયે કહ્યું છે કે જે લોકો દર મહિને આ માટે નિયત કરેલી એપ. મા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલ અપલોડ કરશે તેમાંથી 800 લોકોને 10,000 રૂપિયાના ઈનામ આપવામાં આવનાર છે. આવા 10 ભાગ્યશાળી લોકો હશે જેમને દરેકને 10 લાખ રૂપિયાના ઈનામ પણ આપવામાં આવશે. બીજી તરફ, બમ્પર ઇનામ વિશે વાત કરીએ તો, તે ત્રિમાસિક ધોરણે ડ્રો કરવામાં આવનાર છે. આ બમ્પર પુરસ્કારનો લાભ ક્વાર્ટરમાં અપલોડ કરાયેલ કોઈપણ બિલના પાર્ટીસીપેટને મળી શકે છે.
કોને મળશે લાભ ?
‘મેરા બીલ મેરા અધિકાર’ યોજના ખાસ કરીને ગ્રાહકોને GST બિલ અથવા ઇન્વૉઇસ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે. જો વધુને વધુ GST ઇન્વૉઇસ જનરેટ થશે, તો બિઝનેસમેન ટેક્સ ચૂકવવામાંથી બચી શકશે નહીં. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે. અને કરચોરી પણ બચશે. આ યોજના હાલ નીચેના રાજયો માટે શરૂ કરવામા આવી છે.
- આસામ,
- ગુજરાત,
- હરિયાણા
- પુડુચેરી,
- દાદરા નગર હવેલી
- દમણ
- દીવ
‘માય બિલ મેરા અધિકાર’ યોજનાના લાભો મેળવવા માટે, અપલોડ કરેલા ઇન્વૉઇસમાં GSTIN (GSTIN) ઇન્વૉઇસ નંબર, ચૂકવેલ રકમ, ટેક્સની રકમ, ઇન્વૉઇસની તારીખ અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું નામ દાખલ કરવું જરૂરી છે.
મેરા બિલ મેરા અધીકાર એપ.
આ યોજના અન્વયે તમે પણ જો ભાગ લેવા માંગતા હોય તો નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌ પ્રથમ Mera Bill Mera Adhikaar ભારત સરકારની ઓફીસીયલ એપ. ડાઉનલોડ કરો.
- ત્યારબાદ આ એપ. મા રજીસ્ટ્રેશન કરી તમારૂ લોગીન કરો.
- આ માટે તમે iOS અને Android પરથી ‘Mera Bill Mera Adhikaar’ એપ ડાઉનલોડ કરો.
- આ સિવાય તમે web.merabill.gst.gov.in પર પણ જઈ શકો છો.
- આ માટે તમારે ઓછામાં ઓછું 200 રૂપિયાનું બિલ અપલોડ કરવુ પડશે.
- યુઝર્સ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે.
- વિજેતાઓએ આ બીલ બતાવવાના રહેશે-
- નાણા મંત્રાલયે માહિતી આપી છે કે જે વિજેતાઓને ઈનામ મળશે તેમણે ‘મેરા બિલ મેરા અધિકાર’ એપ પર પાન નંબર, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની રહેશે. આ તમામ માહિતી પુરસ્કારની જાહેરાતના 30 દિવસની અંદર આપવી જરૂરી છે.
શા માટે આ યોજના લાવવામા આવી ?
સરકારનો આ યોજના લાવવા પાછળનો ખાસ હેતુ છે. સરકારી ‘મેરા બિલ મેરા અધીકાર’ સ્કીમને એટલા માટે લઈને આવી છે, જેથી વધારેમાં વધારે લોકો જીએસટી બિલ લેવા માટે પ્રેરિત થાય. જેથી દુકાનદાર અને ગ્રાહક બધા જીએસટી બિલ આપવા અને લેવા માટે પ્રોત્સાહિત થાય.. વધારેમાં વધારે જીએસટી બિલ જનરેટ થાય અને બીઝનેશમા ટેક્સ ચોરી ન કરી શકે. તેનાથી સરકારી આવકમાં પણ વધારો થશે.
Mera Bil mera Adhikar App Features
દર મહિને, લક્કી ડ્રોની પ્રક્રિયા દ્વારા વિજેતા નક્કી કરવામા આવશે.અને GST બીલ અપલોડ કરનારને આકર્ષક ઇનામ જીતવાની તક મળી શકે છે. વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવેલા બીલની સંખ્યા જેટલી વધારે છે, જીતવાની તક એટલી જ વધારે રહેશે. વધુમાં, UPI અથવા RuPay કાર્ડ જેવા ચુકવણીના ડિજિટલ મોડ દ્વારા ચૂકવવામાં આવેલા કેટલાક લક્કી ડ્રો મા વિજેતા ને પણ ઉચ્ચ ઇનામ જીતવાની તક છે.
આ મોબાઇલ એપ્લિકેશન મુખ્ય ઇન્વોઇસ વિગતો જેમ કે GSTIN (જેને GST નંબર પણ કહેવાય છે), ઇન્વોઇસ નંબર અને તારીખ અને ગ્રાહકોને મદદ કરવા માટે ચૂકવવામાં આવેલી રકમ વાંચશે. જો જરૂરી હોય તો, અપલોડ કરતા પહેલા ગ્રાહકો દ્વારા સ્કેન કરેલ મૂલ્યો પણ સંપાદિત કરી શકાય છે. દરેક સફળતાપૂર્વક અપલોડ થયેલ અસલી B2C ઇન્વોઇસને એક અનન્ય રેફરન્સ નંબર પણ આપવામાં આવશે.
અગત્યની લીંક
મેરા બિલ મેરા અધીકાર એપ.ડાઉનલોડ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
FaQ’s
GST બીલ અપલોડ કરવા માટેની એપ. નુ નામ શું છે ?
Mera Bil mera Adhikar App
Mera Bil mera Adhikar App ડાઉનલોડ ક્યાથી કરશો ?
પ્લે સ્ટોર પરથી
2 thoughts on “મેરા બિલ મેરા અધીકાર: GST વાળુ બીલ અપલોડ કરવા પર સરકાર આપી રહિ છે રૂ.1 કરોડ સુધીના ઇનામ, કરવુ પડશે માત્ર આ કામ”