અંબાલાલની આગાહિ: કમોસમી વરસાદ આગાહિ: રાજયમા હાલ ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ રહી છે અને ખેડૂતો શિયાળુ પાક માટે વાવણી કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમા કમોસમી વરસાદ માવઠા બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ ની એક આગાહિ સામે આવી છે. ગુજરાતમાં એકસાથે બે ઋતુ જોવા મળી શકે છે. ભર ઠંડીમાં માવઠાની સીઝન આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ થાય તેવી શકય્તાઓ રહેલી છે. આ બાબતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં ઠંડી અને તાપની સાથે હવે વરસાદનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં તારીખ 26 થી 28 ની વચ્ચે માવઠું થશે. આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થાય તેવી શક્યતા છે.
અંબાલાલની આગાહિ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે, નક્ષત્રોના ફેરફાર ની અસર ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર પણ વર્તાશે. તેમજ પૂર્વ ભારતમાં પણ ઠંડી ની અસર થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે, જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. મુંબઇ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહિ કરવામા આવી છે.
આ પણ વાંચો; Smartphone Hack Check: તમારો ફોન હેક થયેલો છે કે કેમ, ચેક કરો આ રીતે
ગુજરાતમાં ક્યાં ક્યાં જિલ્લાઓમા કમોસમી વરસાદ થશે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શકયતાઓ રહેલી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. કચ્છના અમુક ભાગોમા વરસાદ થવાની શક્યતા રહેલી છે . ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમ જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ પણ થઇ શકે છે.
કમોસમી વરસાદ આગાહિ
કમોસમી વરસાદ માવઠા અંગે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું કે, તારીખ 24 થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. તારીખ 27 બાદ વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ ની અસર વર્તાશે , જેનાથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેને લીધે ગુજરાતમા ઠંડી નુ જોર વધશે. આ સાથે ઘંઉ, રાયડા અને સરસવના પાક માટે હવામાન સાનુકૂળ બનશે. મધ્ય ગુજરાત ના વિવિધ જિલ્લાઓમ જેવા કે ગાંધીનગર, પાલનપુર, બનાસકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. આ ઉપરાંત આ જિલ્લાઓમા કોઇ ભાગોમા હળવો વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો; SSC Constable GD: સ્ટાફ સીલેકશન મા 10 પાસ માટે કોન્સ્ટેબલ ભરતી, કુલ જગ્યા 75000 થી વધુ
કમોસમી વરસાદની સીઝન ખેડૂતો માટે આકરી બની રહેવાની શકયતા છે. માવઠા સામે પાકનું રક્ષણ કેવી રીતે કરવું તેની તૈયારીમા ખેડૂતો પડી ગયા છે. આગામી 3 દિવસ કમોસમી વરસાદ માવઠાની આગાહીને પગલે રાજ્યભરના માર્કેટ યાર્ડ સતર્ક બન્યું છે. રાજકોટ, જામનગર સહિતના અનેક યાર્ડમાં જણસીની આવક બંધ કરવામા આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ 24 થી 28 નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે.
તો માવઠા ની પરિસ્થિતિ ને ધ્યાને રાખી કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ચિંતા ન કરવા જણાવ્યુ છે. તેમણે વહ્દુ મા જણાવ્યુ હતુ કે રાજય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહેશે. રવિ કૃષિ મહોત્સવમા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમા રાજયમા ખેડૂતોને 10 હજાર કરોડ રૂપીયાનુ નુકશાની વળતર ચૂકવવામા આવ્યુ છે.
2 દિવસ છે વરસાદની આગાહિ
રાજયમા હાલ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી જાય છે એવામા હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા રવિવાર અને સોમવાર એમ 2 દિવસ કમોસમી વરસાદ માવઠાની આગાહિ કરવામા આવી છે. ખેડૂતો તૈયાર થયેલા ચોમાસુ પાકને સાચવવાની તૈયારીઓમા પડી ગયા છે. સાથે સાથે શિયાળુ પાક જીરુ, ઘંઉ, લસણ વગેરેનુ વાવેતર પણ ચાલી રહ્યુ છે.
રાજયના 220 તાલુકાઓમા 1 ઇંચથી માંડી 2 ઇંચ સુધી કમોસમી વરસાદ પડયો હતો. જેને લીધે ખેડૂતોને તૈયાર થયેલા પાકમા નુકશાની થવા પામી છે. તો રાજકોત જિલ્લાના અમુક વિસ્તારોમા કરા સાથે વરસાદ પડતા સિમલા મનાલી જેવુ વાતાવરણ સર્જાયુ હતુ.
અગત્યની લીંક
| જિલ્લાવાઇઝ હવામાન આગાહિ PDF | અહિંં કલીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
