Mango Price 2024: કેરીના ભાવ: કેરીના શોખીન લોકો માટે કેરીની નજીક આવી રહિ છે. કેરીના રસિયાઓ ઉનાળાની સીઝન ની આતુરતાથી રાહ જોતા હોય છે. કેરી નાના મોટા સૌ કોઇને પસંદ હોય છે. દર વર્ષે સામાન્ય રીતે એપ્રીલ મહિનાથી કેરીની આવક શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે માચ થી જ ધીમે ધીમે કેરીની આવક શરૂ થવા માંડી છે. ચાલો જાણીએ હાલ કેરીનો ભાવ કેટલો બોલાઇ રહ્યો છે ?
Mango Price 2024
ઉનાળામા કેરીની પુષ્કળ આવક થતી હોય છે. પરંતુ પોરબંદર માર્કેટ યાર્ડ મા કેસર કેરીની આવક થોડી થોડી દેખાઇ રહિ છે. ઉલ્લેખનીય છે કે કેસર કેરી નુ તાલાલા ગીર અને પોરબંદર પંથક મા પુષ્કળ પ્રમાણમા ઉત્પાદન થાય છે. ત્યારે પોરબંદર યાર્ડ મા નાના પાયે કેસર કેરી વેચાણ માટે આવી રહિ છે. પોરબંદર પંથકમ ખંભાળા, બિલેશ્વર વિસ્તારોમા સ્વાદિષ્ટ કેસર કેરી પાકે છે.
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીની આવક જોવા મળી રહિ છે. પોરબંદર માર્કેટ યાર્ડ મા 45 કિલો જેટલી કેસર કેરીની આવક થઇ હતી. અને હરરાજીમા 401 રૂ. જેટલો કિલોનો ભાવ બોલાયો હતો. ઋતુચક્રમાં પરીવર્તન અને અન્ય વિવિધ કારણોસર પોરબંદરના માર્કેટ યાર્ડમાં નવેમ્બર મહીના પણ ભરશિયાળે કેસર કેરીની આવક થઇ હતી. ત્યારે ખૂબ જ ઉંચા ભાવ બોલાયા હતા. પરંતુ હવે આગોતરા આંબામા કેરીની સીઝનલ આવક ધીમે ધીમે શરૂ થવા પામી છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કમોસમી વરસાદ ને લીધે આંંબાના મોરને નુકશાન થવાથી કેરીનો સ્વાદ લોકોને ખૂબ મોંઘો પડે તેવી શકયતા છે. દર વર્ષે સામાન્ય રીતે સીઝનમા કેરીના ભાવ કિલોના રૂ. 100 થી 120 સુધી રહેતા હોય છે. પરંતુ આ વખતે ભાવ ઉંચા રહે તેવી શકયતા છે.
આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના વિવિધ વિસ્તારોમા કેસર કેરીનુ સારૂ એવુ ઉત્પાદન થાય છે. સોમવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ મા થી 45 કીલો જેટલી કેરી વેચાણ માટે માર્કેટ યાર્ડ મા આવી હતી. કેરીની આ હરાજીમાં 401 રૂપીયા કીલોનો ભાવ ઉપજ્યો હતો. ખેડૂત અગ્રણીઓના મત અનુસાર આ વર્ષે ઋતુચક્રમાં પરીવર્તન અને અન્ય વિવિધ કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું હોવાથી કેરીના ભાવ દર વર્ષ કરતા પ્રમાણમાં વધારે રહેશે. હાલ માર્કેટ મા રતાગીરી અને હાફુસ કેરી 225 થી 350 રૂપીયા સુધી વેચાઇ રહી છે. જોકે, આ વખતે કેસર કેરી નુ પ્રથમ વખત જ આવક થઇ હોવાથી તેનો ભાવ સ્વાભાવિક રીતે ઉંચો હોય છે.”
આમ છતાં જેમ-જેમ કેરીની આવક વધતી તેમ તેમ તેના ભાવમાં ઘટાડો થશે. ચોથા મહીનામાં પ્રમાણમાં ઓછી અને પાંચમાં મે મહિનામાં વ્યવસ્થિત રીતે પુરતા પ્રમાણમાં કેરી બજારમાં આવક થશે.
કેરીની જાત
આમ તો આપણે કેસર કેરીના સ્વાદ ના જ શોખીન હોઇએ છીએ. પરંતુ માત્ર કેસર અને હાફૂસ જ નહિ પરંતુ ભારતમા કુલ 105 જાતની કેરી પાકે છે તે કોઇને ખ્યાલ નહિ હોય. ચાલો જાણીએ કેરીની ફેમસ મુખ્ય જાતો.
- કેસર
- હાફૂસ
- બારમાસી
- વલસાડી
- લીમડી
- સાકરીયા
- સિંદુરી
- સુંદરી
- મધકપુરી
- તીતીયા
- તોતાપુરી
- સરદાર
- લંગડો
- પાયરી
- નીલમ
- કાળો હાફુસ
- કાકડો
- બદામી હાફુસ
- શ્રાવણીયા
- માલદારી
- રેશમિયા
- કરેજીયા
- રાજાપુરી
- આકરો
અગત્યની લીંક
Home page | Click here |
follow us on Google News | click here |
Join our whatsapp Group | Click here |
કેસર કેરીનુ ઉત્પાદન વધુ ક્યા થાય છે ?
કેસર કેરીનુ ઉત્પાદન તાલાલા ગીર અને પોરબંદર પંથકમા વધુ થાય છે.