Lost Mobile: મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ જાય તો સરકાર શોધી આપશે, આ રીતે કરવાની હોય છે ઓનલાઇન ફરિયાદ

Lost Mobile: Lost Mobile Cer complain: આજકાલ સ્માર્ટફોન આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ બની ગઇ છે. મોબાઇલ મા આપણો રોજ બ રોજ નો કામનો ઘણો ડેટા હોય છે. જો મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ જાય તો ઘણુ નુકશાન ભોગવવાનો વારો આવે છે. કારણ કે મોબાઇલ મા આપણો કામનો ઘણો ડેટા હોય છે. ખાસ કરીને પેમેન્ટ માટે આપણે ઘણી એપ્સ. વાપરતા હોઇએ છીએ. આવા સંજોગોમા ફ્રોડ થવાની શકયતા રહે છે. તમારો ફોન ખોવાઇ કે ચોરાઇ ગયો હોય તો તેની સરકારી વેબસાઇટ પર ઓનલાઇન કમ્પલેઇન કરી શકાય છે. તેની પ્રોસેસ જાણીએ.

Lost Mobile

જો આપણો સ્માર્ટફોન ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે, તો સરકાર તમને આ ફોન શોધી આપવામા મદદ કરશે. આ માટે તમારે સરકારે આ માટે ચાલુ કરેલી વેબસાઈટ પર ઓનલાઇન ફરિયાદ કરવાની હોય છે.
સ્માર્ટફોન ચોરાઇ કે ખોવાઇ જવાના કિસ્સામા ઘણુ નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. કારણ કે મોબાઇલ મા આપનો કામનો ઘણો ડેટા તો હોય જ છે ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ માટે આપણે ઘણી એપ્લીકેશન વાપરતા હોઇએ છીએ. આવા સંજોગોમા બીજા વ્યક્તિ પાસે મોબાઇલ જાય તો નાણાકીય નુકશાન ઘણુ ભોગવવુ પડી શકે છે.

સ્માર્ટફોનમાં ચોરાઈ જાય તો ફરિયાદ કરવી એટલા માટે જરૂરી છે, કારણ કે સ્માર્ટ ફોન એવી કામની વસ્તુ છે જેના વગર આપણા રોજીંદા જીવન ના ઘણા કામ અટકી પડે છે. બેન્કિંગ પેમેન્ટ એપ્લીકેશનથી માંડીને પર્સનલ ફોટોગ્રાફ, ડોક્યુમેન્ટ્સ અને નોકરી ધંધા ના અગત્યના ડોકયુમેન્ટ સ્માર્ટફોનમાં હોય છે. એટલે ચોરેલા ફોનથી કોઈ પણ વ્યક્તિ આપણા ડેટાનો ખોટો ઉપયોગ કરી આપણને નુકશાન પહોંચાડી શકે છે. જેને લીધે તમારુ બેંક એકાઉન્ટ ખાલી થવાથી માંડીને ડેટાનો મીસયુઝ થવા નો સંભવ રહે છે. એટલે જ્યારે પણ ફોન ચોરાઈ કે ખોવાઇ જાય તો તુરંત ફરિયાદ નોંધાવો.

આ પણ વાંચો: CAA Rules: દેશમા લાગુ થયો CAA કાયદો, કોને મળશે નાગરીકતા; જાણો 1 કલીકમા માહિતી

Lost Mobile Cer complain

જ્યારે સ્માર્ટફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય, તો તુરંત તેની ઓનલાઇન કમ્પલેઇન નોંધાવવી જરૂરી છે. આ માટે તમારે સૌથી પહેલા ભારત સરકારની સતાવાર વેબસાઈટ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટ્રાર Cer પોર્ટલને આ બાબતની જાણ કરવાની રહે છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોઅવાયેલા અને ચોરાયેલા મોબાઇલ માટેના આ પોર્ટલની શરૂઆત 2019 થી કરવામા આવી છે.

ખોવાયેલા કે ચોરાયેલા આ વેબ પોર્ટલની મદદથી સૌથી પહેલા તો તમારા ખોવાઈ કે ચોરાઈ ગયેલા ડિવાઈસને બ્લોક કરી દેવામા આવે છે. એટલે તમારો અંગત ડેટા કે બેન્કિંગને લગતી માહિતી કે એપ્સનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ ન કરી શકે. જેને કારણે નાણાકીય ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જાય છે. આ વેબસાઈટ પર માત્ર તમારે મોબાઇલ નો IMEI નંબર જ એન્ટર કરવાનો હોય છે, એટલે તમારો આખો ફોન બ્લોક થઈ જશે. કેન્દ્ર સરકારની આ વેબસાઈટ ફોન બનાવતી કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટર સાથે મળીને વર્ક કરે છે.

આ પણ વાંચો: મફત વિજળી યોજના: મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળશે, સાથે રૂ.78000 ની સબસીડી; ઓનલાઇન અરજી શરૂ

કઇ રીતે કરશો ઓનલાઇન કમ્પલેઇન ?

ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ ની ઓનલાઇન કમ્પલેઇન કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • આ પોર્ટલ પર ઓનલાઇન કમ્પલેઇન કરતા પહેલા તમારે નજીકના પોલીસ સ્ટેશન મા ફરીયાદ નોંધાવવાની રહેશે.
  • હવે તમારે આ પોર્ટલ પર ઓનલાઇન કમ્પલેઈન કરવાની છે. આના માટે https://ceir.gov.in/Home/index.jsp વેબસાઇટ પર લોગ ઈન કરો.
  • અહીં લાલ રંગના બોક્સમાં Block Stolen / lost mobile નો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે ચોરી થયેલા મોબાઇલ ની બધી જ માહિતી આપવાની થશે. આ ઉપરાંત મોબાઇલ માલીકની કે જેનો ફોન ચોરાયો છે, તેની પણ માહિતી આપવાની થશે.
  • એકવાર તમે જરૂરી માહિતી સબમિટ કરશો, એટલે તમે જે નંબર પરથી તમે કમ્પલેઇન કરી છે, તેના પર એક ઓટીપી મોકલવામા આવશે. આ ઓટીપી સબમીટ કરો. છેલ્લે ડેકલેરેશન પર ક્લિક કરીને સબમિટ બટન પર કલીક કરો.
  • જેમ આપણે જુદી જુદી કમ્પલેઈન કરીએ છીએ, તેના ફોલોઅપ માટે એક આઈ ડી આપવામા આવે છે, તે જ રીતે અહીં પણ એક રેફરન્સ આઈડી જનરેટ થશે, જેના દ્વારા તમે ખોવાયેલા ડીવાઇસનુ સ્ટેટસ ચેક કરી શક્શો.

અગત્યની લીંક

CER ઓફીસીયલ વેબસાઇટઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Lost Mobile
Lost Mobile

ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ ની કમ્પલેઇન માટે ઓફીસીયલ પોર્ટલ કયુ છે ?

https://ceir.gov.in

1 thought on “Lost Mobile: મોબાઇલ ખોવાઇ કે ચોરાઇ જાય તો સરકાર શોધી આપશે, આ રીતે કરવાની હોય છે ઓનલાઇન ફરિયાદ”

Leave a Comment

error: Content is protected !!