લોકસભા ચૂંટણી: Gujarat Loksabha Election Candidate List: લોકસભાની ચૂંટણીઓ જાહેર થવા આડે હએવ ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ પૂર્વતૈયારી રૂપે પોતપોતાના ઉમેદવારોના લીસ્ટ જાહેર કરવાના શરૂ કરી દિધા છે. ભાજપે પોતાના લોકસભાના ઉમેદવારોની 2 યાદિ જાહેર કરી છે. જેમા ગુજરાત મા કુલ 22 ઉમેદવારો જાહેર કર્યા છે.
લોકસભા ચૂંટણી
લોકસભાની ચૂંટણીઓ એપ્રીલ-મે મહિના મા યોજાશે. તે માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દિધી છે. ભાજપ અને કોન્ગ્રેસ બન્ને પાર્ટીઓ પોતાના લોકસભા સીટ માટે સક્ષ્મ ઉમેદવારો ઉતારવા માટે પુરતી તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા ની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી એ અત્યાર સુધી મા કુલ 22 ઉમેદવારો ના નામ જાહેર કર્યાં છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો બીજી યાદીમાં 7 ઉમેદવાર ના નામ જાહેર કર્યાં હતા. ભાજપે 22 માંથી 12 ઉમેદવારો રિપિટ કર્યાં છે અને 10 ઉમેદવાર નવા છે.
લોકસભા ની ચૂંટણી માટે ગુજરાત મા ભાજપ ના હવે ફક્ત ચાર બેઠક ના ઉમેદવારો ના નામ જાહેર કરવાના જ બાકી છે. જેમા અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર ના નામ હજુ જાહેર કરવામા આવ્યા નથી. હવે જોવાનું એ રહે છે કે બાકી ની ચાર સીટમા ભાજપ કોને ટીકીટ આપે છે ?
આ પણ વાંચો; મફત વિજળી યોજના: મહિને 300 યુનીટ વીજળી ફ્રી મળશે, સાથે રૂ.78000 ની સબસીડી; ઓનલાઇન અરજી શરૂ
Gujarat Loksabha Election Candidate List
લોકસભાની ચૂંટણી માટે અત્યાર સુધી જાહેર કરાયેલા ભાજપ અને કોન્ગ્રેસ ના ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
લોકસભા બેઠક | ભાજપ ના ઉમેદવાર | કોન્ગ્રેસ ના ઉમેદવાર |
ગાંધીનગર | અમિત શાહ | |
અમદાવાદ પશ્વિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
રાજકોટ | પુરુષોતમ રુપાલા | |
પોરબંદર | મનસુખ માંડવીયા | લલિત વસોયા |
જામનગર | પૂનમ માડમ | |
આણંદ | મીતેશ પટેલ | |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | |
નવસારી | સી આર પાટીલ | |
દાહોદ | જસવંતસિહ ભાભોર | |
ભરૂચ | મનસુખ વસાવા | ચૈતર વસાવા (AAP) |
બારડોલી | પ્રભુભાઇ વસાવા | સિધાર્થ ચૌધરી |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | રોહન ગુપ્તા |
સાબરકાંઠા | ભીખાજી ઠાકોર | |
ભાવનગર | નીમુબેન બાંભણીયા | |
સુરત | મુકેશ દલાલ | |
વલસાડ | ધવલ પટેલ | અનંત પટેલ |
વડોદરા | રંજનબેન ભટ્ટ | |
છોટા ઉદેપુર | જશુભાઇ રાઠવા | |
કચ્છ | વિનોદ ચાવડા | નીતિશ લાલન |
બનાસકાંઠા | રેખાબેન ચૌધરી | ગેનીબેન ઠાકોર |
પાટણ | ભરતસિંહ ડાભી | |
અમરેલી | ||
જુનાગઢ | ||
મહેસાણા | ||
સુરેંદ્રનગર |
ગુજરાત લોકસભાની ચૂંટણી ની 26 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર ના નામ જાહેર થવાના બાકી છે જયારે કોન્ગ્રેસ ના 18 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |