JMC Recruitment: Junagadh Municipal Corporation: જુનાગઢ મહાનગરપાલીકા ભરતી: જુનાગઢ મહાનગરપાલીકામા સેનેટરી ઇન્સ્પેકટર અને અન્ય વિવિધ જગ્યાઓ પર 46 જેટલી જગ્યાઓ માટે ભરતી આવેલી છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 31-1-2024 સુધીમા ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીની જરૂરી વિગતો નીચે મુજબ છે.
જુનાગઢ મહાનગરપાલીકા મા નીચેની જગ્યાઓ માટે ભરતી આવેલી છે. જેની પોસ્ટવાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે.
જગ્યાનુ નામ
ભરવાપાત્ર જગ્યાઓ
ઇન્સ્પેકટર વર્ગ-3
3
નાયબ એકાઉન્ટન્ટ વર્ગ-3
2
નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-3
3
આસી. ઈજનેર વર્ગ-3
6
ઓવરશીયર વર્ગ-3
8
ઈલેકટ્રીકલ ઇન્સ્પેકટર વર્ગ-3
3
ફૂડ સેફટી ઓફીસર વર્ગ-3
2
સેનેટરી ઇન્સ્પેકટર કમ વોર્ડ ઓફીસર વર્ગ-3
16
લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર વર્ગ-3
3
કુલ ભરવાપાત્ર જગ્યાઓ
46
જુનાગઢ મહાનગરપાલીકા ભરતી અગત્યની સૂચનાઓ
(કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફકત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગારધોરણ તેમજ અન્ય માહિતીઓ જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી મેળવવાની રહેશે.
ઉમેદવારે નિયત થયેલ ફી તા.૩૧/૦૧/૨૦૨૪, ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારીત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ ફકત પ્રથમ તબ્બકે ફિઝીકલ ડોકયુમેન્ટ વેરીફીકેશનમાં બોલાવવામાં આવશે.
સરકારશ્રીના નિતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉમરમાં છુટછાટ આપવામાં આવશે.
સરકારશ્રીના નીતિ નિયમોનુસાર SC, ST, SEBC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, E.W.ડ. વિગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે-તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.
વધુ વિગતો માટે જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ https://junagadhmunicipal.org/ પરથી જાણકારી મેળવી લેવી.
આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનરશ્રી, જુનાગઢ મહાનગરપાલિકા, જુનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધનકર્તા રહેશે.