આધાર પર સીમકાર્ડ: સીમકાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડ આપવુ ફરજીયાત છે. આઅપ્ણા આધાર કાર્ડ પર ઘણા સીમકાર્ડ લીધેલ હોય છે. પરંતુ આપણે ખબર હોતી નથી. સ્માર્ટફોનનો કોલિંગ અને પેમેન્ટ જેવા કામમાં ઉપયોગ કરવા માટે તે સીમકાર્ડ ભારતીય ટેલિકોમ કંપનીનું હોવું અનિવાર્ય છે. સીમકાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ કારણોસર સીમકાર્ડ ખરીદતા સમયે આધાર કાર્ડનો ઉપયોગ થવો સામાન્ય બાબત છે. અનેક વાર યૂઝર્સ પોતાના માટે અથવા તો ક્યારેક પરિવારના અન્ય સભ્યો માટે એકથી વધુ સીમકાર્ડ ખરીદતા હોય છે.
આધાર પર સીમકાર્ડ
આધાર કાર્ડ પર એકથી વધુ સીમકાર્ડ ખરીદી શકાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની ગાઈડલાઈન્સ અનુસાર એક આધાર કાર્ડ 9 સીમકાર્ડ લેવા માટે ઉપયોગ કરી શકાય છે. ઘણી વાર એવુ બને છે કે યૂઝર્સના આધાર પર અન્ય વ્યક્તિ પણ સીમકાર્ડનો ઉપયોગ કરતો હોય છે. આ પ્રકારની ફ્રોડની પરિસ્થિતિમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનનું નવું પોર્ટલ ઉપયોગી બની શકે છે.
આ પણ વાંચો: તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો અનુબંધમ એપ.પર
આ રીતે કરો ઓનલાઇન ચેક
તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જાણવા માટે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌ પ્રથમ ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઈટ tafcop.dgtelecom.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
- ત્યારબાદ તમારા મોબાઈલ નંબરની જાણકારી આપીને ‘Request OTP’ પર ક્લિક કરો.
- તમારા મોબાઇલ પર આવેલો OTP નોંધ્યા બાદ સબમિટ પર ક્લિક કરો.
- હવે તમારા આધાર કાર્ડ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે લીસ્ટ બતાવશે.
- આમા જો કોઇ અજાણ્યો નંબર દેખાય તો તેના પર ક્લિક કરો.
- અજાણ્યો નંબર દેખાય તો રિપોર્ટ કરવા માટે ત્રણ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન પર ક્લિક કરી શકો છો. જો તમે કોઈ જૂનો નંબર નથી વાપરી રહ્યા તો પણ તમે જાણ કરી શકો છો.
- This is not my number
- Not required
- Required
- હવે રિપોર્ટ પર ક્લિક કરો.
આ સુવિધાથી આપણા નામ પર કેટલા સિમકાર્ડ લીધેલ છે તે સરળતાથી જાણી શકાય છે. અને આપણી જાણ બહાર જો કોઇ સિમકાર્ડ ચાલુ હોય તો તે રીપોર્ટ કરી બંધ પણ કરી શકીએ છીએ.
આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક છે કે નહિ ?
- સૌ પ્રથમ UIDAIના ઓફિશિયલ પોર્ટલ www.uidai.gov.in ની મુલાકાત લો.
- તેમા આધાર કાર્ડ નંબર નોંધ્યા બાદ, મોબાઈલ નંબર અને સિક્યોરિટી કોડ નોંધવાનો રહેશે.
- ત્યારબાદ ‘Send OTP’ પર ક્લિક કરો.
- મોબાઈલ નંબર લિંક થયા બાદ OTP આવશે, જે નોંધીને તમે વેરિફાઈ કરી શકો છો.
- મોબાઈલ નંબર લિંક ના હોય તો “Your mobile is not enrolled in our records” આવો મેસેજ આવશે.
- આધાર કાર્ડ લિંક કરવા માટે નજીકના આધાર સેન્ટરની મુલાકાત લો.
અગત્યની લીંક
સીમકાર્ડ ચેક કરવા માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
આધાર પર કેટલા સીમકાર્ડ લીધેલ છે તે જાણવા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન ની વેબસાઇટ કઇ છે ?
tafcop.dgtelecom.gov.in
તમારા આધાર પર કેટલા સીમ લીધેલા છે તે જાણવા શું માહિતી નાખવી પડશે ?
તમારો કોઇપણ 1 મોબાઇલ નંબર
2 thoughts on “આધાર પર સીમકાર્ડ: જાણો તમારા નામ પર કેટલા સીમકાર્ડ લીધેલા છે ? જાણો આ રીતે, જો તમે ન વાપરતા હોય તો કરો આ રીતે રીપોર્ટ”