ગુંદાનુ અથાણુ: ગુંદાનુ અથાણુ બનાવવની રેસિપી, આ રીતે ઘરે બનાવો ટેસ્ટી અથાણુ

ગુંદાનુ અથાણુ: Gundanu athanu: હાલ ઉનાળામા અથાણા બનાવવાની સીઝન ચાલી રહિ છે. લોકો આ સીઝનમા કાચી કેરી. ગુંદા, ગાજર વગેરે ના અથાણા બનાવી આખા વર્ષ માટે સાચવી રાખતા હોય છે. ત્યારે આજે આપણે ગુંદાના ટેસ્ટી અથાણા ઘરે કઇ રીતે બનાવી શકાય તેની માહિતી મેળવીશુ. ઘરે જ અમુક ચોક્કસ રીત મુજબ તમે ટેસ્ટી અથાણા બનાવી શકો છો.

ગુંદાનુ અથાણુ

હાલમાં બજારમાં ગુંદા ની આવક ખૂબ જ થઇ રહિ છે. ગુંદાનું અથાણું આપણે બનાવી આખુ વર્ષ ખીચડી તેમજ ભાખરી-શાક સાથે ખાવાની મજા આવતી હોય છે. ગુંદાનું અથાણું તમે આ રીતે ચોક્કસ રીત મુજબ અને કાળજી રાખી બનાવો છો તો જરા પણ ચીકાશ નહીં રહે અને બારે મહિના અથાણાંનો કલર સારો રહેશે અને સ્વાદ પણ જળવાઇ રહેશે, ગુંદાનો અથાણું નાના મોટા સૌ કોઇને ભાવતુ હોય છે. ખાસ કરીને આ અથાણું તમે સાદી ખીચડી સાથે ખાઓ છો તો ખૂબ જ મજ્જા આવે છે. તો ચાલો જાણીએ ગુંદાનુ ટેસ્ટી અથાણુ બનાવવા કઇ કઇ વસ્તુઓ જોઇએ અને તેની રેસિપી શું છે ?

આ પણ વાંચો: કાચી કેરીનુ અથાનુ બનાવવાની રેસિપી

ગુંદાનુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી

ગુંદાનુ અથાણુ બનાવવા બહુ કોઇ ખાસ વસ્તુઓની જરૂર પડતી નથી. પરંતુ નીચે મુજબની વસ્તુઓની જરૂરીયાત રહે છે.

 • 1 કિલો મોટા અને સારા ગુંદા
 • 500 ગ્રામ જેટલી કેરીની છીણ
 • 500 ગ્રામ જેટલો મેથીનો મસાલો
 • બે ચમચી કેરીના નાના ટુકડા
 • લીટર સરસિયાનું તેલ

ગુંદાનુ અથાણુ બનાવવા ની રેસિપી

ગુંદાનુ અથાણુ બનાવવુ બહુ અઘરૂ નથી. નીચેની સરળ રીતે ઘરે જ ગુંદાનુ ટેસ્ટી અથાણુ બનાવી શકાય છે.

 • ગુંદાનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ગુંદાને વ્યવસ્થિત ધોઇ લો અને કોટનના કપડાથી લૂંછી લેવા જોઇએ. ત્યારબાદ ગુંદાને કોરા કરવા જરૂરી છે.
 • ત્યારબાદ આ ગુંદામાંથી ઠળિયા કાઢી લો.
 • હવે પછી એક બાઉલ લો અને તેમા મેથીનો મસાલો લો.
 • મેથીના મસાલાને એક વાર ચમચીથી મિક્સ કરો.

આ પણ વાંચો: રાજસ્થાની દાલ બાટી બનાવવાની રેસિપી

 • પછી ગુંદા લો અને વચ્ચેથી કટ કરી લો.
 • હવે આ ગુંદામાં મેથીનો મસાલો ભરી દો.
 • મેથીનો મસાલો ભરીને આ ગુંદાને એક મોટા વાસણમાં લો.
 • એક દિવસ આ રીતે ગુંદાને રહેવા દો.
 • હવે કેરી ધોઇ લો એમાંથી અડધી કેરીને છીણી લો અને અડધી કેરીના નાના-નાના કટકા કરી લો.
 • પછી આ કેરીની છીણ અને કટકાને ગુંદામાં વ્યવસ્થિત મિક્સ કરો અને હળવા હાથે હલાવો.
 • ત્યારબાદ સરસિયાનું તેલ સરખુ ગરમ કરો.
 • સરસિયાનું તેલ ગરમ થઇ જાય એટલે નોર્મલ ટેમ્પરેચર પર તેને ઠંડુ થવા દો.
 • ત્યારબાદ આ સરસિયાનું તેલ ગુંદામાં નાખો. ખાસ ધ્યાન એ રાખવાનુ છે કે આ સમયે અથાણું હલાવવાનું નથી.
 • બે દિવસ પછી અથાણું સરખુ મિક્સ કરો.

આ રીતે ઘરે જ ગુંદાના ટેસ્ટી અથાણુ બનાવી શકાય છે.

ગુંદાનુ અથાણુ
ગુંદાનુ અથાણુ

અગત્યની લીંક

ગુંદાનુ અથાણુ બનાવવાની રીત વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

ગુંદાનુ અથાણુ બનાવવા શું શું જોઇએ ?

ગુંદા. કાચી કેરી અને અન્ય જરૂરી વસ્તુઓ

error: Content is protected !!