ફિકસ પગાર વધારો: રાજ્યમા ફિકસ પગારથી વિવિધ કેડરમા કર્મચારીઓની ભરતી કરવાની નિતી અમલમા છે. ફિકસ પગારમા ઘણ સમય પહેલા લગભગ 2017 મા વધારો જાહેર કરવામા આવ્યો હતો. ત્યારબાદ ફિકસ પગાર કર્મચારીઓ માટે કોઇ પગાર વધારો આપવામા આવ્યો નથી. મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર ફિકસ પગારના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરવા જ રહી છે. જેનાથી લાખો ફિકસ કર્મચારીઓની દિવાળી સુધરી જાશે. ચાલો જાણીએ કેટલા ટકા પગાર વધારાની છે શકયતા.
ફિકસ પગાર વધારો
ફિક્સ પગારના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહ્યા હતા. લાંબા સમયથી લગભગ 2017 થી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા હતા. તેથી ફિક્સ પેના કર્મચારીઓના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. આજે સરકાર ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરે તેવી શકયતા છે. ત્યારે કર્મચારીઓની લાંબા સમયની આ માંગ છે, તો સરકાર કેટલો પગાર વધારો જાહેર કરશે, ક્યારથી લાગુ પડશે અને એરિયર્સ ચૂકવશે કે નહિ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. લગભગ 20 થી 30 ટકાનો ફિકસ પગાર મા વધારરો કરવામા આવે તેવી શકયતા દેખાઇ રહિ છે. ત્યારે સરકારના આ નિર્ણય ને લીધે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે.
રાજય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરતા જનાવ્યુ હતુ કે ફિકસ પગારના કર્મચારીઓને તેમને મળતા પગારમા 30 % નો વધારો જાહેર કરવામા આવ્યો છે.
- ફિક્સ પે ના હજારો કર્મચારીઓને નવરાત્રી ફળી..
- આશરે 65,000 થી પણ વધુ ફિક્સ પે ના કર્મચારીઓ માટે આવી ખુશખબર..
- રાજ્ય સરકારે ફિક્સ પેમાં આશરે 30% નો કર્યો વધારો..
- ફિક્સ પે ના કર્મચારીઓની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માંગણી સંતોષાઈ..
- 20% ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય સરકારે 30 ટકા નો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજું
- રાજ્યમાં પગાર વધારાનો અમલ 1 ઓક્ટોબરથી થશે.. સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે
- *રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય..
કોને કેટલો વધારો મળશે ?
- જે ફિકસ કર્મચારીઓનો પગાર રૂ. 38090 છે તેમનો પગાર વધીને 49600 થઇ જશે.
- જે ફિકસ કર્મચારીઓનો પગાર રૂ. 313340 છે તેમનો પગાર વધીને 40800 થઇ જશે.
- જે ફિકસ કર્મચારીઓનો પગાર રૂ. 19950 છે તેમનો પગાર વધીને 26000 થઇ જશે.
- જે ફિકસ કર્મચારીઓનો પગાર રૂ. 16224 છે તેમનો પગાર વધીને 21100 થઇ જશે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.
વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.
આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
મહત્વપૂર્ણ લીંક
| Home page | Click here |
| follow us on Google News | click here |
| Join our whatsapp Group | Click here |

1 thought on “ફિકસ પગાર વધારો: ફિકસ પગાર કર્મચારીઓ માટે ખુશખબર, પગારમા 30 ટકાના વધારાની જાહેરાત”