GSSSB Recruitment: ગૌણ સેવા ભરતી: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમા વર્ગ 3 ની 5000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામા આવી છે. આ ભરતી ના ભાગરૂપે ગૌણ સેવા દ્વારા સંસોધન મદદનીશ અને આંકડા મદદનીશ ની જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. આ ભરતીની જરૂરી વિગતો નીચે મુજબ છે.
GSSSB Recruitment
જોબ સંસ્થા | ગૌણ સેવા પસંદગી મંડળ |
કુલ જગ્યા | 188 |
પોસ્ટ | સંસોધન મદદનીશ આંકડા મદદનીશ |
ભરતી પ્રકાર | કાયમી ભરતી |
લાયકાત | પોસ્ટ મુજબ |
ફોર્મ ભરવાની તારીખ | 2.1.2024 થી 16.01.2024 |
પગારધોરણ | નિયમાનુસાર |
અરજી મોડ | ઓનલાઇન |
ઓફીસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
આ પણ વાંચો: 5G smartphone 2024: 10000 થી ઓછી કિંમતમા મળતા આ છે બેસ્ટ 5G ફોન, જાણો ફીચર અને કિંમત
ગૌણ સેવા ભરતી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સંશોધન મદદનીશ વર્ગ-3 અને આંકડા મદદનીશ વર્ગ-3 ની ભરતી માટે ડીટેઇલ ભરતી જાહેરાત બહાર પાડવામા આવી છે. જેમા સંશોધન મદદનીશ વર્ગ-3 ની 99 જગ્યાઓ અને આંકડા મદદનીશ વર્ગ-3 ની 89 જગ્યાઓ ભરવા માટે આ જાહેરાત અન્વયે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે.
પગારધોરણ
ગૌણ સેવા ની આ ભરતી માટે પોસ્ટ મુજબ પ્રથમ 5 વર્ષ સુધી ફીકસ પગાર નીચેની રીતે આપવામા આવનાર છે.
પોસ્ટ | ફીકસ પગાર |
સંશોધન મદદનીશ વર્ગ-3 | રૂ.49600 |
આંકડા મદદનીશ વર્ગ-3 | રૂ.40800 |
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
વય મર્યાદા: તા. ૧૬/૦૧/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૭ વર્ષથી વધુ ન હોવી જોઈશે.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
કોમ્પ્યુટર જ્ઞાન: કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી/ હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
આ પણ વાંચો: Ration Card List Gujarat: તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ, BPL, AAY, APL 1, APL 2, NFSA રેશન કાર્ડનુ લીસ્ટ
ઓનલાઇન અરજી
- સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ પર જવું. અને ત્યાર બાદ “On line Application” માં Apply પર click કરવું અને GSSSB સિલેકટ કરવું.
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક:- ૨૨૬/૨૦૨૩૨૪ ના સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર Click કરી Apply પર ક્લિક કરવું. ત્યાર બાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખુલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
- જયારે “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ ફુંદડી (*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.)
- Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
- ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” Select કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે.
- હવે “save” પર Click કરવાથી ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે Upload Photograph પર Click કરો અહીં તમારો application number type કરો અને તમારી Birth date type કરો. ત્યારબાદ ok પર click કરવું. અહીં photo અને signature upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઈ અને ૩.૬ સે.મી. પહોળાઈ અને signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઈ અને ૭.૫ સે.મી. પહોળાઈ રાખવી.) (photo
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેન્ટ કરો.
- તમારી અરજી કંફર્મ કરી તેની પ્રીન્ટ કાઢી લો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “GSSSB Recruitment: ગૌણ સેવામા આવી 188 જગ્યા પર નવી ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તા. 16 જાન્યુઆરી”