ગૌણ સેવા ભરતી: GSSSB RECRUITMENT: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રીન્ટીંગ પ્રેસો ની કચેરીઓમા તાંત્રીક સંવર્ગ ની 154 જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે. આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા. 16-4-2024 થી 30-4-2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ગૌણ સેવા ભરતી ની જરૂરી માહિતી નીચે મુજબ છે.
ગૌણ સેવા ભરતી
| ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| કુલ જગ્યા | 154 |
| પોસ્ટ | વિવિધ |
| ભરતી પ્રકાર | કાયમી ભરતી |
| લાયકાત | ધોરણ 10 પાસ |
| ફોર્મ ભરવાની તારીખ | તા.16-4-2024 થી તા. 30-4-2024 |
| પગારધોરણ | ફીકસ પગાર રૂ.26000 |
| અરજી મોડ | ઓનલાઇન |
| ઓફીસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in |
GSSSB RECRUITMENT Vacancy
ગૌણ સેવાની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત આપવામા આવી છે.
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનુ નામ | કુલ જગ્યાઓ |
| ૨૨૮/૨૦૨૩૨૪ | આસી. બાઇન્ડર વર્ગ-3 | 66 |
| ૨૨૯/૨૦૨૩૨૪ | આસી. મશીનમેન વર્ગ-3 | 70 |
| ૨૩૦/૨૦૨૩૨૪ | કોપી હોલ્ડર વર્ગ-3 | 10 |
| ૨૩૧/૨૦૨૩૨૪ | પ્રોસેસ આસી. વર્ગ-3 | 03 |
| ૨૩૨/૨૦૨૩૨૪ | ડેસ્કટોપ પબ્લીશીંગ આસી. વર્ગ-3 | 05 |
| કુલ જગ્યાઓ | 154 |
૨૨૯/૨૦૨૩૨૪ : આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩ (મદદનીશ બાઈન્ડર (બંધાઈકાર))
- વય મર્યાદા: તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇશે; અને
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
- સરકારે માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી, બુક બાઈન્ડર (પુસ્તકના બંધાઈકાર) ના કામ (ટ્રેડ) માટેનો અભ્યાસક્રમ પાસ કર્યાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે; અથવા સરકાર દ્વારા માન્ય તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે; (ઉદ્યોગ અને ખાણ વિભાગે તા.૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ને માન્ય ગણવાનો અભિપ્રાય આપેલ છે. તેથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.) અને
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઇશે.
આ પણ વાંચો: AC TIPS: કેટલા દિવસે એ.સી. ની સર્વિસ કરવી જોઇએ, આ રીતે જાતે જ એ.સી. કરો સાફ; હિમાચલ જેવી મળશે ઠંડી
૨૨૯/૨૦૨૩૨૪ : આસીસ્ટન્ટ મશીનમેન,વર્ગ-૩
- વય મર્યાદા: તા.૩૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૮ વર્ષથી વધુ ન હોવી જોઇશે; અને
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (SSC) પાસ કરેલ હોવી જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
- ઓફસેટ મશીન માઈન્ડરના ટ્રેડમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલો હોવો જોઈશે અથવા સરકાર માન્ય કરે તેવી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે (ઉદ્યોગ અને ખાણ વિભાગે તેમના તા.૨૭/૦૨/૨૦૧૮ના પત્રથી આ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે “ઓફસેટ પ્રિન્ટર’ ટ્રેડના ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અભ્યાસક્રમને માન્ય ગણવા તથા તા. ૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ને માન્ય ગણવાનો અભિપ્રાય આપેલ છે. તેથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.)
૨૩૦/૨૦૨૩૨૪ ; કોપી હોલ્ડર, વર્ગ-૩
- વય મર્યાદા: તા. ૩૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૪ વર્ષથી વધુ ન હોવી જોઇશે;
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા એક વિષય તરીકે અંગ્રેજી સાથે પાસ કરેલ હોવી જોઈશે; અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે;
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઇશે.
૨૩૧/૨૦૨૩૨૪ : પ્રોસેસ આસીસ્ટન્ટ,વર્ગ-૩
- વય મર્યાદા: તા. ૩૦/૦૪/૨૦૨૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૬ વર્ષથી વધુ ન હોવી જોઇશે;
- શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ કરેલ હોવી જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે,
- સરકારે માન્ય કરેલી સંસ્થામાંથી પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે આ હેતુ માટે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે; (ઉદ્યોગ અને ખાણ વિભાગે તા.૧૮/૧૦/૨૦૧૬ ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ને માન્ય ગણવાનો અભિપ્રાય આપેલ છે. તેથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.)
૨૩૨/૨૦૨૩૨૪: ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩
- વય મર્યાદા: તા. ૩૦/૦૪/૨૦૧૪ ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૩ વર્ષથી વધુ વી જોઇશે નહિ;
- શૈક્ષણિક લાયકાત: ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ ની કલમ- ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડિપ્લોમા ઈન પ્રિન્ટિંગ ટેકનિલોજી (મુદ્રણ પ્રૌદ્યોગિક) ધરાવતો હોવો જોઈશે. (ઉદ્યોગ અને ખાણ વિભાગે તેમના તા.૦૭/૦૧/૨૦૧૭ના પત્રથી આ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે બેચલર ઑફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન, ડીપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, બી.એસ.સી./એમ.એસ.સી. ઈન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડીપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન અને DOEACC સંસ્થાનો A લેવલનો બે વર્ષનો એડવાન્સ કોર્ષને માન્ય ગણવા ભલામણ કરેલ છે.);
- કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગની ઝડપ ચોકસાઈ સાથે પ્રતિ કલાક ઓછામાં ઓછા ૬૫૦૦ કી ડિપેશન્સની હોવી જોઈશે;
અગત્યની લીંક
| ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

10 પાસ કોમ્પ્યુટર કલાક