GSSSB Exam: Gujarat Gaun Seva pasandgi mandal: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમા અનેક સરકારી ભરતીઓ માટેની પરીક્ષાઓનુ આયોજન કરવામા આવે છે. ગૌણ સેવા દ્વારા તેની પરીક્ષા પધ્ધતિમા ખૂબ મોતો અને અગત્યનો ફેરફાર કરવામા આવ્યો છે. હવેથી ગૌણ સેવાની પરીક્ષાઓને પેપરલેસ બનાવવામા આવશે અને કોમ્પ્યુટર પર ઓનલાઇન પરીક્ષા લેવામા આવશે. ચાલો જાણીએ ગૌણ સેવાની પરીક્ષા પેટર્ન મા કયા કયા ફેરફાર કરવામા આવ્યા છે.
GSSSB Exam
- ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ માટે અગત્યનો નિર્ણય
- પરીક્ષાઓ લેવાશે પેપરલેસ
- કોમ્પ્યુટર પર જ લેવાશે પરીક્ષા
- એક્સાથે 15000 ઉમેદવારોની લેવાશે પરીક્ષા
- TCS કંપની ને સોંપવામા આવી છે જવાબદારી
GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ મહત્વનો નિર્ણય કરવામા આવ્યો છે. આગામી સમયમાં ઉમેદવારોની પરીક્ષા પેપરલેસ લેવામા આવશે અને આ પરીક્ષા કમ્પ્યુટર પર જ લેવામાં આવશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પુરી નહીં થાય. એટલે કે ઘણી પરીક્ષાઓ માટે લાખો ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. આવા સંજોગોમા પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય દિવસના અલગ અલગ ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી પ્રાથમિક વિગતો પણ મળી રહી છે.
કોમ્પ્યુટર પર પરીક્ષા લેવા માટે ગૌણ સેવા મંડળ દ્વારા એજન્સી પણ નિયત કરવામાં આવી છે, એટલે કે વિશાળ સંખ્યામાં ઉમેદવારો પરીક્ષામાં બેસશે તેમની પરીક્ષા આ એજન્સી દ્વારા લેવામા આવશે. ગૌણ સેવાની પરીક્ષા માટે દેશની મહત્વની કંપની TCS (Tata Consultancy Services) દ્વારા પરીક્ષાની કામગીરી કરવામાં આવશે. એક સમયે પરીક્ષા યોજાશે તેમાં 15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવુ આયોજન કરવામા આવશે.
ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે ગૌણ સેવા દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં બહાર પાડવામા આવશે.
આ પણ વાંચો: SSC Constable GD: સ્ટાફ સીલેકશન મા 10 પાસ માટે કોન્સ્ટેબલ ભરતી, કુલ જગ્યા 75000 થી વધુ
ઉલ્લેખનીય છે કે, સરકારના વિવિધ વિભાગો અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી ભરતીઓ, ખાતાકીય પરીક્ષાઓ અને રાજ્યના વિવિધ ખાતાઓમાં થતી ભરતી માટેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, આ પરીક્ષાઓ માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. ત્યારે હવે મંડળ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું આયોજન કઈ રીતે થાય છે તે પરીક્ષા લેવાશે ત્યારે માલુમ પડી શકે છે. આગામી સમયમાં નવી પદ્ધતિને લઈને યુવાનોમાં કેટલાક સવાલો પણ ઉભા થઈ શકે છે અને તેના જવાબો માટેની તૈયારીઓ પણ ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવી હશે તેમ માનવામાં આવી રહ્યું છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |