સોનામા તેજી: હાલ સોના ના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. એમા પણ છેલ્લા 3-4 મહિનામા સોનાના ભાવમા 10-12 ટકા જેવો વધારો થયો છે. સતત વધતા સોના ના ભાવ પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. એવામા હાલ ના ઉંચા ભાવ થી રોકાણ કરાય કે કેમ તે બાબતે લોકો અસમંજસ મા છે. ચાલો જાણીએ આ બાબતે ફાઇનાન્સીયલ એકસપર્ટ શું કહે છે ?
સોનામા તેજી
સોના ના ભાવ મા છેલ્લા 6 મહિનામા અકલ્પનીય ઉછાળો આવ્યો છે. હાલ MCX પર સોનાની કિંમત 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી રહિ છે. જે લોકોએ 6 મહિના પહેલા સોનામા રોકાણ કર્યુ હોય તેમને હાલ 10-12 ટકા જેવુ વળતર મળી રહ્યુ છે. સોનાના ભાવ હાલમાં ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. MCX પર સોનાની કિંમત 72000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળી રહિ છે. ચાંદીની કિંમત પણ 82,909 રૂપિયા પ્રતિ કિલો ના લેવલ પર પહોંચી ગઈ છે.
સોના ના ભાવ વધવાનુ કારણ
હાલ સોનાના ઉંચા ભાવ જોતા દરેક લોકોને એ જ પ્રશ્ન થાય છે કે શું સોના મા રોકાન કરવા માટે આ યોગ્ય સમય છે કે ભાવ ઘટવાની રાહ જોવાય ? પહેલા એ જાણીએ કે ટૂંકા સમયમા સોના ના ભાવ મા આટલો ઉછાળો કેમ આવ્યો છે ? સોના ના ભાવ વધવાનુ મુખ્ય કારણ ચીન દ્વારા કરવામા આવી રહેલી સોનાની આક્રમક ખરીદી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે ના યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધથી પશ્ચિમ એશિયામાં તણાવ વણસી રહ્યો છે. આ તમામ કારણોસર વિશ્વના મોટા રોકાણકારો સેફ બચત માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે. તેથી સોનાના ભાવ મા સતત વધારો આવી રહ્યો છે.
સોનાના ભાવ રોકડ પ્રવાહ ને આધારે નક્કી નથી થતા પરંતુ સોના ની માંગ અને પુરવઠા, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર આધારિત છે. દરમિયાન યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જેની અસર જૂન પછી પડી શકે છે. આવી સ્થિતિમાં જૂન પછી સોના ના ભાવમા કરેકશન આવવાની શકયતા છે. જો આ કરેક્શન થાય તો સોનાના ભાવમાં થોડો ઘટાડો આવે તેવી શકયતા દેખાઇ રહિ છે. તેથી સામાન્ય રોકાણકારો અથવા નાના રોકાણકારોએ હાલના ઉચ્ચ સ્તરે સોનું ખરીદતી વખતે સાવચેતી રાખવી પડશે.
શેરબજાર નુ રોકાણ અસ્થિર અને જોખમકારક હોય છે. તો સોના મા કરેલુ રોકાણ સ્થિર અને સલામત હોય છે. શેરબજાર ની સરખામણી મા લોકો સોનામા રોકાણ કરવાનુ વધુ પસંદ કરતા હોય છે. કારણ કે છેલ્લા થોડા વર્ષોના સોના ના ભાવની સરખામણી કરીએ તો સોનામા 10 થી 12 % જેવુ સ્થિર રીટર્ન મળ્યુ છે. છતા કોઇ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટ ની સલાહ અચૂક લો અને તે મુજબ જ રોકાણ કરવુ જોઇએ.
આજના સોના ના ભાવ
www.ibja.co વેબસાઇટ પર 1 ગ્રામ આજના સોના ના ભાવ નીચે મુજબ છે.
- 24 કેરેટ સોના ના આજના ભાવ: 7297
- 22 કેરેટ સોના ના આજના ભાવ: 7122
- 20 કેરેટ સોના ના આજના ભાવ: 6494
- 18 કેરેટ સોના ના આજના ભાવ: 5910
- 14 કેરેટ સોના ના આજના ભાવ: 4706
અગત્યની લીંંક
આજના સોના ના ભાવ | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
સોના ના ભાવ દરરોજ જોવા માટે કઇ વેબસાઇટ છે ?
https://www.ibja.co/
1 thought on “સોનામા તેજી: સોનાના ભાવ આસમાને, હાલ રોકાણ કરાય કે ભાવ ઘટવાની રાહ જોવાય ? શું કહે છે નિષ્ણાંતો ?”