ચૂંટણી ડીપોઝીટ: election Security Deposite Rules: હાલમા 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ પુરી થઇ. જેમા 3 મા ભાજપ, 1 મા કોંગ્રેસ તો 1 મા અન્ય પક્ષનો વિજય થયો. આપણે એવુ સાંભળ્યુ હશે કે ચૂંટણીમા આ ઉમેદવારની ડીપોઝીટ જપ્ત થઇ. ચૂંટણી મા ડીપોઝીટ એટલે શું અને ડીપોઝીટની રકમ કેટલી હોય ? કયારે આ ડીપોઝીટની રકમ પરત મળે ? અને કેવા સંજોગોમા ડીપોઝીટની રકમ જપ્ત કરવામા આવે ? તેના નિયમો સમજીએ.
ચૂંટણી ડીપોઝીટ
કોઇ પણ ચૂંટણી પછી તે વિધાનસભા ચૂંટણી હોય, લોકસભાની કે રાષ્ટ્રપતિની ઉમેદવારો એ નિયમ મુજબ નક્કી કરવામા આવેલી ચૂંટણી સીકયુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવવાની હોય છે. ઉલ્લેખનીય છે કે સરપંચ થી માંડી રાષ્ટ્રપતિ સુધીની ચૂંટણી માટે સીકયુરીટી ડીપોઝીટ ની રકમ અલગ અલગ હોય છે.
કોઇ પણ ચૂંટણીનુ રીઝલ્ટ આવે ત્યારે આપણને સાંભળવા મળે છે કે આ ઉમેદવાર્ની ડીપોઝીટ જપ્ત કરવામા આવી. આ ઉમેદવારો ડીપોઝીટ પણ બચાવી શકયા નહી. ત્યારે આપણને પ્રશ્ન થાય કે ડીપોઝીટ જપ્ત થવાનો આર્થ શું છે ? કયારે ડીપોઝીટ જપ્ત કરવામા આવે ?
દરેક ચૂંટણીમા ચૂંટણીપંચ દ્વારા નિયત કરેલી એક ચોક્કસ રકમ સીકયુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવવાની હોય છે. ચૂંટણીમા ડીપોઝીટ ની રકમ રાખવા પાછળનો હેતુ એ છે કે ચૂંટણી માટે જે ઉમેદવારો ગંભીર હોય તે જ ઉમેદવારી ફોર્મ ભરે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટેની ઉમેદવારે ભરવાની સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ પીપલ્સ એક્ટ, 1951 માં કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારો માટેની સિક્યોરિટી ડિપોઝિટનો ઉલ્લેખ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી એક્ટ, 1952માં કરવામાં આવેલ છે.
આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ
ચૂંટણી ડીપોઝીટ ની રકમ
વિવિધ ચૂંટણીઓમા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નીચે મુજબની સીકયુરીટી ડીપોઝીટ ની રકમ જમા કરાવવાની હોય છે.
લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી મા ઉમેદવારી ફોર્મ ભરતા જનરલ કેટેગરીના ઉમેદવારોએ 25,000 રૂપિયાની ની રકમ સિક્યોરિટી ડિપોઝિટ પેટે જમા કરાવવાની હોય છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ સીકયુરીટી ડીપોઝીટ પેટે રૂ. 12,500 ની રકમ જમા કરાવવાની રહે છે.
વિધાનસભા ચૂંટણી
વિધાનસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ પેટે જમા કરાવવાના રહે છે. જયારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ પેટે 5,000 રૂપિયા જમા કરવાના રહે છે.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મા આ ચૂટંણીમાં ઉમેદવારી ફોર્મ ભરતા તમામ કેટેગરીના ઉમેદવારોએ સિક્યોરિટી ડિપોઝિટ પેટે એક સરખી રકમ 15,000 રૂપિયા જમા કરાવવાના રહે છે.
ચૂંટણીમા ડિપોઝીટ કયારે જપ્ત થાય ?
ચૂંટણી પંચ ના નિયમ મુજબ ઉમેદવારે જે સીટ પર ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હોય તેમાં થયેલા કુલ મતદાનના 1/6 એટલે કે 16.66 ટકા મત જો તેને ન મળે, તો તેમણે ભરેલી સીકયુરીટી ડિપોઝીટ ની રકમ જપ્ત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એક સીટ પર 1 લાખ મત નુ મતદાન થયુ હોય અને જે ઉમેદવારને 16,666 કરતા ઓછા મત મળ્યા હોય તો સિક્યોરિટી ડિપોઝિટ ની રકમ જપ્ત કરવામાં આવે છે.
ડીપોઝીટ કયારે પરત મળે ?
ઉમેદવાર જે સીટ માટે ચૂંટણી લડતા હોય તે સીટ પર થયેલા કુલ મતદાન ન 1/6 થી વધારે મત મળે ત્યારે તેણે ભરેલી સિક્યોરિટી ડિપોઝીટ ની રકમ પરત આપવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારને પણ તેની ડીપોઝીટની રકમ પરત કરવામાં આવે છે, પછી ભલે તેને 1/6 કરતા ઓછા મત મળ્યા હોય. જો કોઈ ઉમેદવારનું મતદાન પહેલા મૃત્યુ થાય છે, તો તેના પરિવારને ડીપોઝીટની રકમ પરત આપવામા આવે છે. ઉમેદવારનુ અરજી ફોર્મ રદ કરવામાં આવે અથવા અરજી ફોર્મ પાછુ ખેંચવામાં આવે તો પણ સિક્યોરિટી ડિપોઝિટ ની રકમ પરત આપવામાં આવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |