મેયોનીઝ ના ગેરફાયદા: આજકાલ લોકો જંકફૂડ ખાવનૌ ખૂબ જ પસંદ કરતા હોય છે. જંકફૂડ મા ખાસ કરીને પીઝા, બર્ગર, મોમોસ જેવા ફૂડ લોકોને દાઢે વળ્ગ્યા છે. આ જંકફૂડ મા ખાસ કરીને એક વસ્તુનો ખુબ જ ઉપયોગ કરવામા આવે છે. સફેદ જેવી દેખાતી વસ્તુ મેયોનીઝ જો જંકફૂડ મા લગાવવામા ન આવે તો તેનો સ્વાદ આવતો નથી. પરંતુ આ મેયોનીઝ વધુ પડતુ આરોગવુ તમરા સ્વાસ્થય માટે નુકશાનકારક સાબીત થઇ શકે છે. મેયોનીઝ થી થતા નુકશાન વિશે આજે આપણે જાણીશુ.
મેયોનીઝ ના ગેરફાયદા
પીઝા. બર્ગર જેવા જંકફૂડ મા લગાવવામા આવતુ મેયોનીઝ ઘણા લોકોનુ ફેવરીટ હોય છે. ચાઈનીઝ ફૂડ હોય કે પિઝા-બર્ગર જેવા ફૂડ, તેને ખાતી વખતે સાથે મેયોનીઝ ખાવાનું લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે. પરંતુ મેયોનીઝ ખાવાના ઘણા નુકસાન પણ છે.
- શું તમને પણ ખૂબ ભાવે છે મેયોનીઝ?
- મેયોનીઝ ખાવાના ગેરફાયદા વિશે જાણો
- સ્વાસ્થ્યને ઘણી રીતે નુકશાન પહોંચાડે છે મેયોનીઝ
શું તમે કયારેય વિચાર્યુ છે કે મેયોનીઝ ખાવાથી કેટલા નુકશાન થાય છે ? લોકોને પીઝા,બર્ગર, સેન્ડવીચ, પાસ્તા વગેરે મા મેયોનીઝ ન હોય તો સ્વાદ આવતો નથી. વધુ પડતુ મેયોનીઝ ખાવાના ગેરફાયદા નીચે મુજબ છે.
ડાયાબિટીસ
એક ચમચી મેયોનીઝ મા 1 ગ્રામ જેટલી ખાંડ હોય છે. જે તમરૂ બ્લડ સ્યુગર વધારી શકે છે. જો તમને પહેલેથી જ ડાયાબીટીસ હોય તો મેયોનીઝ અને આવા જંકફૂડ ખાવાનુ બીલકુલ ટાળવુ જોઇએ. જો તમે વારંવાર જંકફૂડ અને મેયોનીઝ ખાઈ રહ્યા છો તો ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. અનહેલ્ધી લાઇફસ્ટાઇલ ને લીધે ડાયાબીટીસ થવાનુ જોખમ વધી જાય છે.
વજન વધવુ
જંકફૂડ અને મેયોનીજ જેવી વસ્તુઓ ખાવાથી વજન વધી શકે છે અને સ્થૂળતા આવી શકે છે. કારણ કે તેમા વધુ પ્રમાણમા કેલરી હોય છે અને ફેટ પણ વધુ હોય છે. તેથી વજન વધવાની સમસ્યા વાળા લોકોએ આવા જંકફૂડથી દૂર રહેવુ જોઇએ.
બ્લડ પ્રેશર વધવું
વધારે પડતા જંકફૂડ અને મેયોનીઝ ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતે મેયોનીઝમાં ઓમેગા-6 ફેટી એસિડનું પ્રમાણ ખૂબ જ હોય છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. મેયોનીઝ વધારે માત્રામા સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો પણ રહે છે.
હાર્ટ સંબંધીત બીમારીઓ
વધુ પડતા જંકફૂડ અને મેયોનીઝ નુ સેવન કરવાથી હાર્ટ સંબંધીત બીમારીઓ અને હૃદય રોગનો ખતરો વધી જાય છે. મેયોનીઝની એક મોટી ચમચીમાં લગભગ 1.6 ગ્રામ જેટલી સેચ્યુરેટેડ ફેટ હોય છે. વધારે મેયોનીઝ કોલેસ્ટ્રોલ વધારે છે. જેનાથી હૃદય રોગનો ખતરો વધે છે.
માથાનો દુખાવો
બજારમાં મળતા મેયોનીઝમાં પ્રિઝરવેટિવ અને આર્ટિફિશિયલ ઈન્ગ્રેડિઅન્ટ્સનો વધુ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમા રહેલા એમએસજી આપણા હેલ્થ ને નુકસાન પહોંચાડી શકે છે. વધારે મેયોનીઝ ખાવાથી ઘણા લોકોને માથામાં દુખાવો થવો અને કમજોરી જેવી સમસ્યાઓ આવી શકે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
