Diabetic Food Chart: ડાયાબીટીસ મા શું ખાવુ ? શું ન ખાવુ ? : ભારતમા ડાયાબીટીસ ના કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. એક અંદાજ મુજબ ભારતમા 10 કરોડ કરતા વધુ ડાયાબીટીસ ના દર્દીઓ છે. આ ઉપરાંત હાલ પ્રી-ડાયાબીટીસ ના સ્ટેજ મા હોય તેવ પણ ઘણા દર્દીઓ છે. ડાયાબીટીસ મા દવાઓ-ઇન્સ્યુલીન જેટલુ જ મહત્વ ખાવા-પીવાની પરેજી રાખવી તે છે. કારણ કે આપણે કોઇ પણ વસ્તુ ખાઇએ તેમા થોડી-ઘણી માત્રામા સુગર તો હોવાની જ. આજની આ પોસ્ટમા આપણે ડાયાબીટીસ મા શું ખાવુ અને શું ન ખાવુ તેની માહિતી મેળવીશુ.
ડાયાબીટીસ એટલે શું ?
ડાયાબીટીસ ના ફૂડ ચાર્ટ ની માહિતી મેળવતા પહેલા આપણે ડાયાબીટીસ એટલે શું ? થવાના કારણો તે જાણીએ. આપણા શરીરમા આવેલા સ્વાદુપીંડમા આવેલા બીટા સેલ નુ કામ ઇંસ્યુલીન બનાવવાનુ છે. આ ઇન્સ્યુલીન નુ કામ લોહીમા રહેલી સુગરને શરીરના તમામ ભાગ સુધી પહોંચાડવાનુ છે. જ્યારે બીટા સેલ કોઇ કારણોસર ઇન્સ્યુલીન બનાવવાનુ બંધ કરી દે અથવા ઇન્સ્યુલીન ઓછુ બને ત્યારે લોહી મા રહેલી સુગર શરીરના અન્ય ભાગો સુધી પહોંચતી નથી અને લોહી મા સુગરનુ પ્રમાણ વધતુ જાય છે તેને ડાયાબીટીસ કહી શકાય.
આ પણ વાંચો: Diabetes Care: ડાયાબીટીસ ની શરૂઆતમા શરીરમા દેખાવા લાગે છે આ સંકેતો, થઇ જજો સાવધાન
ડાયાબીટીસ સુગર લેવલ ચાર્ટ
કો પણ વ્યક્તિને ડાયાબીટીસ છે કે નહિ તે કેમ જાણી શકાય ? આ માટે નીચે મુજબનો ચાર્ટ આપેલ છે. તમે કોઇ પણ લેબ. મા અથવા ગ્લુકોમીટર થી પણ સુગર લેવલ ચેક કરી શકો છો. લોહીમા રહેલા સુગર લેવલ મુજબ આપણે ત્રણ પ્રકાર પાડી શકીએ.
- નોન ડાયાબીટીક: જો તમારુ સુગર લેવલ ભુખ્યા પેટે 70-100 mg/dl આવે અને જમ્યા ના 2 કલાક બાદ સુગર લેવલ 140 mg/dl થી ઓછુ આવે તો તમને ડાયાબીટીસ નથી મતલબ તમ,એ નોર્મલ છો એમ કહિ શકાય.
- પ્રી-ડાયાબીટીસ: જો તમારુ સુગર લેવલ ભુખ્યા પેટે 100-125 mg/dl આવે અને જમ્યા ના 2 કલાક બાદ સુગર લેવલ 140-200 mg/dl થી ઓછુ આવે તો તમે પ્રી- ડાયાબીટીસ ના સ્ટેજ મા છો એમ કહિ શકાય.
- ડાયાબીટીસ: : જો તમારુ સુગર લેવલ ભુખ્યા પેટે 126 mg/dl થી વધુ આવે અને જમ્યા ના 2 કલાક બાદ સુગર લેવલ 200 mg/dl થી વધુ આવે તો ડાયાબીટીસ છે તેમ કહિ શકાય.
Diabetic Food Chart
ડાયાબીટીસ મા સૌથી અગત્યની બાબત ખાવા પીવાની પરેજી રાખવી એ છે. ડાયાબીટીસ કે પ્રી ડાયાબીટીસ હોય તો શું ખાવુ અને શું ન ખાવુ એ લોકોને મુખ્ય પ્રશ્ન થાય છે. આના માટે અહિં આપણે દરેક વસ્તુના ગ્લાયસેમીક ઇન્ડેકસ ની માહિતી મેળવીશુ. દરેક વસ્તુમા ગ્લુકોઝ એટલે કે શર્કરા કેટલા પ્રમાણમા રહેલી છે તેને Glysemic Index કહિ શકાય. Glysemic Index ને આપણે ત્રણ ભાગમા વહેંચી શકીએ. ગ્લાયસેમિક ઇન્દેકસ લોહિમા ગ્લુકોઝના સ્તરને કેવી રીતે અસર કરે છે તે મુજબ ખોરાકમા કાર્બોહાઇડ્રેટની રેંકીંગ છે.
- Low GI: જે વસ્તુનો GI 1 થી 55 ની વચ્ચે હોય તેને Low GI ફૂડ કહિ શકાય.
- MEdium GI: જે વસ્તુનો GI 56 થી 69 ની વચ્ચે હોય તેને MEdium GI ફૂડ કહિ શકાય.
- High GI: જે વસ્તુનો GI 70 કે તેથી વધુ હોય તેને High GI ફૂડ કહિ શકાય.
ડાયાબીટીસ મા શું ખાવુ ?
ડાયાબીટીસ મા જે ખોરાકનો ગ્લાયસેમીક ઇન્ડેકસ અને ગ્લાયસેમીક લોડ ઓછા હોય તેવા ખોરાક લઇ શકાય. મતલબ કે આવી વસ્તુઓમા ગ્લુકોઝ શર્કરા નુ પ્રમાણ ઓછુ હોય છે. અને લોહીમા ધીમે ધીમે ભળે છે.
- Whole Grain Rice (આખા અનાજના ચોખા)
- Leng Grain Rice
- સફરજન
- ઓરેંજ
- ઘરમા બનેલી વસ્તુઓ (ખાંડ વગરની)
- કેળુ,ચીકુ,કેરી અને દ્રાક્ષ સિવાયના ફ્રુટસ
- મોળી (ખાંડ વગરની) ચા
- મોળુ (ખાંડ વગરનુ) દૂધ
- ખારી સીંગ
- દાળીયા
- ડાર્ક ચોકલેટ
- લીંબુ સોડા
ડાયાબીટીસ મા શું ન ખાવુ ?
ડાયાબીટીસ ના દર્દીઓ એ ગળ્યુ એટલે કે જેમા ગ્લુકોઝ શર્કરા નુ પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ ન ખાવી જોઇએ. સાયન્ટીફીક લેંગ્વેજ મા કહિએ તો જે ખાદ્ય પદાર્થ નો ગ્લાયસેમીક ઇન્ડેકસ અને ગ્લાયસેમીક લોડ વધુ હોય એટલે ક જેમા કાર્બોહાઇડ્રેટ નુ પ્રમાણ વધુ હોય તેવા પદાર્થીઓ ન ખાવા જોઇએ. આવી કેટલી વસ્તુઓ નીચે મુજબ છે.
- ખાંડ વાળી ચા, કોફી કે દૂધ
- કોઇ પણ સ્વીટ/મિષ્ટાન્ન
- ગોળ
- આઇસક્રીમ
- તમામ પ્રકારના કોલ્ડ ડ્રીંકસ/સોફટ ડ્રીંકસ
- કેક, પેસ્ટ્રી
- ચોકલેટ
- બટેટા અને ચોખાની વાનગીઓ (ટાઇપ-1 ડાયાબીટીસ મા બટેટા અને ચોખાની વાંગઈઓ ખાવાની મનાઇ હોતી નથી.)
- ચાસણી વાળા કોઇ પણ પદાર્થો
- વ્હાઇટ બ્રેડ થી બનેલા પદાર્થો જેવા કે પકોડા,સેન્ડવીચ
- ઢોસા જેવી વાનગીઓ (બટેટા અને ચોખા નુ પ્રમાણ વધુ હોવાથી)
- ડાયાબીટીસ દર્દીઓ એ શક્ય હોય ત્યા સુધી ઘરમા બનેલા ખાદ્ય પદાર્થો જ ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. બહારના કોઇ પણ ખાદ્ય પદાર્થો ખાવાનુ ટાળવુ જોઇએ. કારણ કે દરેક વસ્તુમા ટેસ્ટ માટે થોડા-ઘણા પ્રમાણમા સુગરનો ઉપયોગ થતો જ હોય છે.
- ખજૂર
- આલ્કોહોલ, ધુમ્રપાન
Sugar Free V/s Zero Sugar
આજકાલ બજારમા સુગર ફ્રી ના નામ પર ઘણી વસ્તુઓ મળે છે. જેમ કે સુગર ફ્રી આઇસક્રીમ, સુગર ફ્રી બીસ્કીટ વગેરે… મતલબ કે એ વસ્તુઓમા ઉપરથી સુગર નથી નાખેલી પરંતુ એ વસ્તુ બનાવવા માટે જે પદાર્થો નો ઉપયોગ થતો હોય જેમ કે દૂધ,મલાઇ એની ખુદની દુગર તો હોવાની જ. ઉપરાંત આવી સુગર ફ્રી વસ્તુને ટેસ્ટી બનાવવા માટે સોલ્ટ કે અન્ય પદાર્થોનો ઉપયોગ પણ થતો હોય છે. એટલે ડાયાબીટીસ ના દર્દીઓ એ સુગર ફ્રી ના નામ પર ભોળવાઇ જવાને બદલે Zero Sugar વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ.
ડાયાબીટીસ હોય તો શું ધ્યાન રાખશો ?
- સુગર/શર્કરા વાળા ગળ્યા પદાર્થો ખાવા પીવાનુ ટાળવુ
- તમારા ડોકટરની સલાહ મુજબ નિયમિત દવાઓ/ઇન્સ્યુલીન લેવુ જોઇએ.
- ઘરે સારુ ગ્લુકોમીટર વસાવી નિયમિત સમયાંતરે તમારુ સુગર લેવલ મોનીટર કરવુ જોઇએ.
- બહારના ખાદ્ય પદાર્થો શકય હોય ત્યા સુધી ખાવાનુ ટાળવુ જોઇએ.
- ઘરે બનેલો પૌષ્ટીક અને સમતોલ આહાર લેવો જોઇએ.
- અનિયમિત લાઇફસ્ટાઇલ ટાળવી જોઇએ.
- નિયમિત કસરત કરવી જોઇએ.
- આલ્કોહોલ. ધુમ્રપાન નુ સેવન ટાળવુ જોઇએ.
- પુરતી ઊંઘ લેવી.
(Disclaimer):: અહિં આપેલી માહિતી સર્વસામાન્ય માહિતી અને અનુભવ આધારીત આપને ઉપયોગી બને તે માટે આપેલી છે. આ માહિતી ક્યારેય ડોકટર નો વિકલ્પ ના હોઇ શકે. ડાયાબીટીસ મા આપના ડોકટરની સલાહ ને અનુસરવુ. આ માહિતી સારી લાગે તો અન્ય મિત્રો ને અચૂક શેર કરો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
3 thoughts on “Diabetic Food Chart: ડાયાબીટીસ મા શું ખાવુ ? શું ન ખાવુ ? જાણો તમામ વસ્તુ ના Glysemic Index”