મોંઘવારી ભથ્થુ: DA HIKE: DA NEWS: કર્મચારીઓને તેમના મુળ પગાર ઉપર મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જે દર વર્ષે વર્ષ મા 2 વખત નવા રેટ જાહેર કરવામા આવે છે. જેમા 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા મા વધારો આપવામા આવે છે. ગુજરાત સરકારે તેના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામા 1 જુલાઇ 2022 અને 1 જાન્યુઆરી 2023 નો વધારો મળીને 8 % આપવાની જાહેરાત કરી છે.
મોંઘવારી ભથ્થામા વધારો કરવા માંગ
હાલ કેન્દ્ર સરકાર ના કર્મચારીઓને બેઝીક પગાર ઉપર 42 % મોંઘવારી ભથ્થુ આપવામા આવે છે. જેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓને બેઝીક પગારના 34 % મોંઘવારી ભથ્થુ આપવામા આવતુ હતુ. ત્યારે વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા ગુજરાત ના કર્મચારીઓને પણ કેન્દ્રીય કર્મચારીઓની હારે 42 % DA આપવામા આવે તેવી માંગણીઓ ઘણા સમયથી કરવામા આવતી હતી.
કર્મચારીઓમાં નારાજગી સાથે અસંતોષ
હાલ જે કેન્દ્ર સરકાર દ્વારા DA આપવામાં આવે છે તે રાજ્યના કર્મચારીઓને મળતા 10-10 મહિના સુધી રાહ જોવી પડે છે. ત્યારે રાજ્યના કર્મચારીઓમાં ભારે નારાજગી સાથે અસંતોષ જોવા મળતો હતો. રાજ્ય સરકાર સત્વરે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થું જાહેર કરે તેવી કર્મચારીઓ માંગણી કરી રહ્યા હતા.
આ પણ વાંચો: How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક
મોંઘવારી ભથ્થું શું છે?
DA કર્મચારીઓને આપવામા આવતુ એવું ભથ્થું છે જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવન ધોરણ સારી રીતે જાળવી શકે તે માટે આપવામાં આવે છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવતી હોય છે. તે બેઝીક પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર ઉપર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ના દર અલગ અલગ હોઈ શકે છે.
DA HIKE
ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓની માંગણીને ધ્યાનમા રાખીને કેન્દ્રીય કર્મચારીઓની હારોહાર એટલે કે 42 % મોંઘવારી ભથ્થુ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે. ત્યારે કર્મચારી સમાજમા આનંદની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.
રાજ્યસરકારનાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે DA જાહેર કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થવા ઉપર છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં આશરે 5 લાખ કર્મચારીઓને 8% DA આપવાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. ગતવર્ષની જેમ જ આ DA 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.
મોંઘવારી ભથ્થાનુ એરીયસ
આ વધારવામા આવેલા મોંઘવારી ભથ્થાનુ એરીયસ નીચે મુજબ ચૂકવવામા આવશે.
પ્રથમ હપ્તો | જૂન માસના પગારમા |
બીજો હપ્તો | ઓગષ્ટ માસના પગારમા |
ત્રીજો હપ્તો | ઓકટોબર માસના પગારમા |
અગત્યની લીંક
મોંઘવારી ભથ્થુ એરીયસ ગણતરી pdf | અહિ કલીક કરો |
મોંઘવારી ભથ્થુ વધારો ઠરાવ | અહિ કલીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |
Google News પર ફોલો કરો | અહીં ક્લિક કરો |
ગુજરાત સરકારના કર્મચારીઓને હવે કેટલા ટકા મોંઘવારી ભથ્થુ આપવામા આવશે ?
42 %
મોંઘવારી ભથ્થાનુ એરીયસ કેટલા હપ્તામા ચૂકવવામા આવશે?
3 હપ્તામા