DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામા 4 ટકાનો વધારો

अपने दोस्तों के साथ शेयर करें

DA Hike: મોંઘવારી ભથ્થામા વધારો: મોંઘવારી વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે સૌથી મોટા અને સારા સમાચાર આજે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા જેટલો વધારો કરવામા આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટના આ નિર્ણય બાદ હવે DA Hike કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ હવે 38% ને બદલે 42% મળશે.

DA Hike

મોંઘવારી ભથ્થામા લાગુ કરાયેલો આ વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને અત્યાર સુધીનુ એરિયર્સ પણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની આ જાહેરાતને પગલે કેન્દ્ર સરકાર પર દર વર્ષે 12,815 કરોડ જેટલુ ભારણ વધશે. જોકે સરકારના નિર્ણયને પગલે કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે ઉપરાંત 59.76 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે. મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા આ વધારો સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણને લઈને કરાયો છે.

4% DA વધારો જાન્યુઆરી 2023 થી લાગુ થશે

આ બાબતે જણાવી દઈએ કે, AICPI-IW ડેટાના આધારે કર્મચારીઓને મોંઘવારી ગણીને મોંઘવારી ભથ્થું આપવામાં આવતુ હોય છે. મોંઘવારી ભથ્થાના આ દર દર 6 મહિને સુધારવામાં આવે છે. જાન્યુઆરી 2023 થી મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે. 1 જાન્યુઆરીથી જ તેનો અમલ કરવામાં આવશે. જાન્યુઆરી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 38 ટકાના દરે મળતું હતું. માર્ચમાં તેની જાહેરાતને કારણે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના તફાવતની રકમ એરિયર્સ પણ આપવામાં આવશે.

DA વધારો દર વષે 1 જાન્યુઆરી અને 1 જુલાઇ થી કરવામા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
DA Hike
DA Hike


अपने दोस्तों के साथ शेयर करें
यह भी पढे:  Aadhaar PAN Link: તમારુ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, ચેક કરો ઓનલાઇન 2 મીનીટમા

Leave a Comment

error: Content is protected !!