સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ: સરકાર આપશે વિદ્યાર્થીઓને દર મહિને રૂ.1 લાખ, મુખ્યમંત્રીએ લોન્ચ કરી નવી યોજના

સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ: CM FELLOSHIP PROGRAMME: સરદાર પટેલ ગુડ ગવર્નન્સ: સરદાર પટેલ ગુડ ગવર્નન્સ અંતર્ગત રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થામાં તેજસ્વી યુવાનો પોતાના ઈનોવેટીવ વિચારોથી યોગદાન આપી શકે તેવી નેમ સાથે ગુજરાત સરકારે સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ ફેલોશીપ પ્રોગામ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત પસંદ થયેલા યુવાનો ને સરકાર દર મહિને રૂ.1 લાખ મહેનતાણુ આપશે. ચાલો આ નવી યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ.

સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ

આ પ્રોગ્રામ હેઠળ પસંદગી પામેલ યુવાનો ના ઈનોવેટીવ આઇડીયા નો અને જ્ઞાન નો ઉપયોગ રાજ્ય સરકારના મહત્ત્વપૂર્ણ જનહિતકારી પ્રોજેક્ટ્સને વધુ બહેતર બનાવવામાં કરવામાં આવશે. આ ફેલોશીપની સમય અવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. ૧ લાખનું મહેનતાણું પણ સરકાર આપનાર છે.

વિશ્વ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ ‘સી.એમ. ફેલોશીપ’ માટે ઉમેદવારોની પ્રારંભિક પસંદગીથી લઈને મેન્‍ટરશીપ-ફોલોઅપ સહિત એકેડેમિક પાર્ટનર બનશે અને આ ફેલોશીપ પ્રોગ્રામ મા અગત્યની ભૂમિકા ભજવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાવેલા સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામને આગળ ધપાવતા રાજ્ય સરકારે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ શરૂ કરવાનો અગત્યનો નિર્ણય લીધો છે. 31 ઓકટોબરે સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની થયેલી આ જાહેરાત સુશાસનને વેગ આપીને સરદાર સાહેબના યથોચિત ગૌરવ સન્માન સમાન બની રહેશે.

આ પણ વાંચો: શિક્ષણ સહાય યોજના: વિદ્યાર્થીઓને રૂ.1800 થી રૂ. 2 લાખ સુધીની મળે છે સરકારી સહાય, આ રીતે કરો ઓનલાઇન અરજી

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ અંતર્ગત લોન્ચ થયેલ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ ની મુખ્ય વિગતો નીચે મુજબ છે.

ઉમેદવારોની પસંદગી

  • આ પ્રોગ્રામ અંતર્ગત ફેલોશીપ માટે યુવાનો ની પસંદગી માટે 60 % કે તેથી વધુ ધરાવતા 35 વર્ષ થી ઓછી ઉંમરના યુવાનો ને તક આપવામા આવશે.
  • સીલેકશન એન્ડ રેકમન્ડેશન કમીટી કરશે સીએમ ફેલો ની પસંદગી
  • કમીટી ના એકસપર્ટ પેનાલીસ્ટ તરીકે હશે IIM-A ના નિષ્ણાંતો

તાલીમ

  • પસંદ થયેલા સીએમ ફેલો ને IIM-A અને સ્પીપા દ્વારા 2 સપ્તાહની તાલીમ આપવામા આવશે.
  • રાજય સરકારના વિવિધ વિભાગો મા 2 સપ્તાહની ટ્રેનીંગ આપવામા આવશે.

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

પ્રોજેકટ

  • સીએમ ફેલો દ્વારા રાજય સરકારના વિવિધ વિભાગો મા પ્રોજેકટ હાથ ધરવામા આવશે.
  • સીએમ પોતાના ઇનોવેટીવ વિચારો અને કૌશલ્ય થી પ્રોજેકટ મા પોતાનુ યોગદાન આપશે.

કાર્યક્રમની મુદત

  • આ ફેલોશીપ યોજનાની અવધિ 1 વર્ષ ની રહેશે.
  • પસંદ થયેલા ઉમેદવાર ની રૂ.1 લાખ માસિક મહેનતાણુ આપવામા આવશે.
  • IIM-A અને ગુજરાત સરકારનુ સર્ટીફીકેટ આપવામા આવશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ
સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ

1 thought on “સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ: સરકાર આપશે વિદ્યાર્થીઓને દર મહિને રૂ.1 લાખ, મુખ્યમંત્રીએ લોન્ચ કરી નવી યોજના”

Leave a Comment

error: Content is protected !!