ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો: વિક્રમ લેન્ડરે મોકલ્યો લેન્ડીંગ નો ઓરીજનલ 2 મીનીટનો વિડીયો, ઓરીજનલ લેન્ડીંગ પ્રોસેસ નો વિડીયો અદભુત વિડીયો

ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો: chandryan Landing Video: તારીખ 23 ઓગષ્ટ ના રોજ ભારતના મિશન ચંદ્રયાન નુ ચંદ્ર ઉપર સફળતાપૂર્વક સોફટ લેન્ડીંગ થયુ હતુ. લાખો લોકોએ એકસાથે યુ ટયુબ અને ફેસબુક તથા દુરદર્શન પર આ લાઇવ ટેલીકાસ્ટ નિહાળ્યુ હતુ. ત્યારે ભારતે ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી ઇતિહાસ રચી દિધો છે. ત્યારે ચંદ્રયાન ના લેન્ડીંગ નો ઓરીજનલ વિડીયો વિક્રમ લેન્ડરે ઇસરોને મોકલ્યો છે. ઇસરો એ આ 2 મીનીટ નો વિડીયો ટવીટર પર જાહેર કર્યો છે. ચંદ્રયાન લેન્ડીંગ ની ઓરીજંલ પ્રોસેસ નો આ અદભુત વિડીયો જોઇ લોકો ને ઇસરો પર ગર્વ થઇ રહ્યો છે.

ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો

  • ભારતના ચંદ્રયાન-3 એ સફળૅતાપૂર્વક લેન્ડીંગ કરી બુધવારે ઇતિહાસ રચ્યો છે.
  • ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો છે.
  • ભારત આ ભાગમાં પહોંચનાર પ્રથમ દેશ છે.
  • ઈસરોએ ચંદ્રથી આવેલો 2 મીનીટ અને 17 સેકંડનો આ ઐતિહાસિક વીડિયો જાહેર કર્યો

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રયાન ના અતિઆધુનીક કેમેરા મા કેદ થેયેલો આ સોફટ લેંડીંગ પ્રોસેસ નો ઓરીજનલ વિડીયો શેર કર્યો છે. આ તે સમયનો વિડીયો છે જયારે લેન્ડર નીચે ઉતરી રહ્યુ હતુ. વિડીયો મા જોઇ શકાય છે કે ચંદ્રની સપાટી પર અમુક જગ્યાએ મોટા ખાડા દેખાય છે.

મૂન વોકીંગ

ચંદ્રયાન-3 ના પ્રજ્ઞાન રોવરે મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX), ISTRAC ને મેસેજ મોકલ્યો છે. ચંદ્રયાન નુ મૂન વોક શરૂ થઈ ગયું છે. આ પહેલા ઈસરોએ કહ્યું હતું કે મિશનની તમામ પ્રોસેસ સમયસર થઈ રહી છે અને તમામ સિસ્ટમ સામાન્ય પરિસ્થિતિ મા છે. લેન્ડર મોડ્યુલ પેલોડ્સ ILSA, RAMBHA અને ChaSTE શરૂ કરવામાં આવ્યા છે. ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વ્ક લેંડીંગ કરવાની સાથે ભારતે ઇતિહાસ રચી દિધો હતો. ઈસરોએ જણાવ્યું હતુ કે લેન્ડિંગના થોડા કલાકો બાદ રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર નીકળ્યુ હતુ. રોવર અને લેન્ડર બંને સારી સ્થિતિમાં છે. અને રોવરે ચંદ્ર પર ચાલવાનું એટલે કે મૂન વોકીંગ શરૂ કરી દીધું છે.

ઈસરોના ચીફ એસ. સોમનાથે આ અંગે જણાવ્યું હતુ કે સોફ્ટ લેન્ડિંગ બાદ તમામ પ્રયોગો ચાલુ રાખવામા આવશે. આ બધા એક ચંદ્ર દિવસમાં પૂર્ણ કરવાનુ હોય છે એક ચંદ્ર દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસો બરાબર છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સૂર્યપ્રકાશ છે ત્યાં સુધી તમામ સિસ્ટમને ઊર્જા મળતી રહેશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
નિયમિત અપડેટ મેળવવા whatsapp ગૃપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો
ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો

2 thoughts on “ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો: વિક્રમ લેન્ડરે મોકલ્યો લેન્ડીંગ નો ઓરીજનલ 2 મીનીટનો વિડીયો, ઓરીજનલ લેન્ડીંગ પ્રોસેસ નો વિડીયો અદભુત વિડીયો”

Leave a Comment

error: Content is protected !!