CBSE Board Exam schedule: cbse.gov.in: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન એટલે કે CBSE Board દ્વારા અગાઉ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ માટે સમયપત્રક જાહેર કરવામા આવ્યુ હતુ. 15 ફેબ્રુઆરી થી ધોરણ 10 અને 12 ની CBSE Board ની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે. ત્યારે CBSE Board સુધારેલી તારીખો સાથે નવુ શીડયુલ જાહેર કરવામા આવ્યુ છે. બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી આ સુધારેલુ સમયપત્રક ડાઉનલોડ કરી શકો છો.
CBSE Board Exam schedule
- CBSE બોર્ડની ધો.10 અને ધો.12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થનાર છે
- CBSE બોર્ડ ધો.10 અને ધો.12 ની થિયરી ના વિષયોની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.
- CBSE બોર્ડે પરીક્ષાઓ 2024 ની તારીખો માટે વિગતવાર ડેટશીટ બહાર પાડી છે.
- ટાઇમટેબલ મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા છે.
આ પણ વાંચો: GSSSB Recruitment: વધુ એક મોટી સરકારી ભરતી જાહેર, ગૌણ સેવા મા ગ્રેજયુએટ માટે 4300 જગ્યાઓ પર ભરતી
CBSE બોર્ડની ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1 જાન્યુઆરીથી શરૂ થઇ છે, જ્યારે થિયરી ના વિષયોની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે. CBSE બોર્ડ દ્વારા ગયા મહિને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ 2024 માટે વિગતવાર ડેટશીટ બહાર પાડવામા આવી હતી. CBSE બોર્ડ પરીક્ષા 2024 ની ડેટશીટને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ૨૦૨૪ મા લેવાનારી CBSE બોર્ડ પરીક્ષા 2024ની તારીખપત્રકમાં સુધારો કર્યો છે. નવા બહાર પાડેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો CBSE બોર્ડના ધોરણ 10મા અને CBSE બોર્ડના ધોરણ 12મા બંનેમાં કરવામાં આવ્યા છે.
આટલા થયા ફેરફાર
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 તિબેટીયન પેપર જે 4 માર્ચ 2024 ના રોજ લેવાનાર હતું તેની તારીખ હવે બદલાઈ ગઇ છે અને આ પેપર હવે 23 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવનાર છે. જ્યારે ધોરણ 10નું રિટેલ પેપર જે 16મી ફેબ્રુઆરીએ લેવાનુ જાહેર કરવામાં આવ્યું હતું તે પેપર હવે 28મી ફેબ્રુઆરી 2024ના રોજ લેવામાં આવનાર છે. તેવી જ રીતે CBSE ધોરણ 12 ના ફેશન સ્ટડીઝ વિષયની પેપરની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે જે 11 માર્ચે યોજાનાર હતુ તે હવે ફેશન સ્ટડીઝનું પેપર 21 માર્ચ 2024ના રોજ લેવાનાર છે. CBSE બોર્ડના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આ વર્ષે CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેઓ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ cbse.gov.in પર થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ના સુધારેલા ટાઇમટેબલ ડાઉનલોડ કરી શકે છે.
Download CBSE Board Exam Schedule
CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ના સુધારેલા નવા ટાઇમટેબલ ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો. CBSE બોર્ડ પરીક્ષા 2024ની સુધારેલી તારીખ શીટ કેવી રીતે ડાઉનલોડ કરશો ?
- આ માટે સૌ પ્રથમ CBSE બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ cbse.gov.in ઓપન કરો.
- ત્યારબાદ મુખ્ય વેબસાઇટ પર ક્લિક કરો.
- @ CBSE પરિપત્ર મેનુ હેઠળ હોમ પેજ પર – ધોરણ X અને XII (233 KB) માટે શીડયુલ| તારીખ-પત્રક વર્ગ-X-(સુધારેલ) (3.17 MB) | તારીખ-પત્રક વર્ગ-XII-(સુધારેલ) PDF લિંક પર ક્લિક કરવાનુ રહેશે.
- આમ કરવાથી એક નવી PDF ફાઈલ ડાઉનલોડ થશે જ્યાં ઉમેદવારો નવુ સુધારેલુ સમયપત્રક જોઈ શકશે.
- હવે પેજ ડાઉનલોડ કરો અને વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી પ્રીન્ટ કરી રાખો.
અગત્યની લીંક
CBSE Board Exam schedule PDF | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |