CAA Rules: What is CAA: Citizenship Amendment Act : ટૂંક સમયમા આવી રહેલી લોકસભા ચૂંટણી પહેલા CAA કાયદાને લઈ મોટી જાહેરાત કરવામા આવી છે. નાગરિકતા (સુધારા) કાયદો (CAA) સમગ્ર દેશમાં લાગુ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામા આવ્યો છે. હવે 3 દેશ માથી આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવામા આવશે. ભારતીય નાગરિકતા કાયદો એટલે કે Citizenship Amendment Act શું છે અને તેનો અમલ થયા બાદ શું બદલાશે? આ કાયદામા કઈ કઇ જોગવાઈઓ કરવામા આવી છે ? આવો જાણીએ ડીટેઇલમા.
CAA Rules
ભારતીય નાગરિકતા (સંશોધન) અધિનિયમ એટલે કે Citizenship Amendment Act ને પાંચ વર્ષ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જોકે આ કાયદાનો અમલ કરવા માટેની જાહેરાત હવે કરવામાં આવી છે. CAA કાયદા ને લઈને અગાઉ મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. ખાસ કરીને ઉત્તર-પૂર્વના સાત રાજ્યો મા આ કાયદાનો વધુ વિરોધ કરવામા આવ્યો હતો.
શું બદલાશે ?
ગારો અને જૈનતિયા જેવી જાતિઓ મુળ મેઘાલયની વતની છે પરંતુ લઘુમતીઓના આગમન પછી આ જાતીઓ પાછળ રહી ગઇ છે. દરેક જગ્યાએ લઘુમતીઓનું વર્ચસ્વ વધ્યું. એ જ રીતે ત્રિપુરા રાજયમાં બોરોક જાતી ત્યાની મૂળ નિવાસી છે પરંતુ ત્યાં પણ બંગાળી શરણાર્થીઓ ની સંખ્યા વધુ છે. સરકારી નોકરીઓમાં પણ મોટી પોસ્ટ પર આ બહારથી આવેલા શરણાર્થીઓ છે. હવે જો CAA લાગુ થશે તો દેશવાસીઓની બાકી રહેલી તાકાત પણ ખતમ થવાની દહેશત અને અન્ય દેશોમાંથી આવતા અને સ્થાયી થતા લઘુમતીઓ તેમના સંસાધનો કબજે કરશે તેવા ડરથી નોર્થ ઈસ્ટ ના રાજયોમા CAAનો જોરદાર વિરોધ કરવામા આવતો હતો.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: કેવુ રહેશે આ સપ્તાહ તમારા માટે, આ 5 રાશિ માટે છે ધનયોગ; 11 માર્ચ થી 17 માર્ચ નુ રાશિફળ
કોને મળશે નાગરિકતા?
નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે રહેલો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના શરણાર્થીઓને આ કાયદા અંતર્ગત ભારતીય નાગરિકતા આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવીને સ્થાયી થયેલા લોકોને જ નાગરિકતા આપવામા આવશે. આ કાયદા હેઠળ તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવશે જે લોકો માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વગર ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવેલા છે, પરંતુ તેમના નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયેલા છે.
ક્યા 9 રાજ્યોમાં આપવામાં આવે છે નાગરિકતા?
- ગુજરાત
- છત્તીસગઢ
- હરિયાણા
- પંજાબ
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- રાજસ્થાન
- ઉત્તરપ્રદેશ
- દિલ્લી
અરજી કરવાની પ્રોસેસ
નાગરીકતા મેળવવા માટેની આ સમગ્ર પ્રોસેસ ઓનલાઈન થશે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર આવશે. અરજદારોએ ઓનલાઇન અરજી કરતી વખતે તે વર્ષ જણાવવાનું રહેશે કે જયારે તેઓ કોઇ ડોકયુમેન્ટ વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા મેળવવા સંબંધિત થયેલ ઓનલાઇન અરજીઓ ના આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. આ કાયદા અન્વયે પાત્રતા ધરાવતા વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને આવા લોકોને નાગરિકતા આપશે.
ભારતીય નાગરિકતા મેળવવા હાલ શું સ્થિતિ છે ?
અત્યારે 9 રાજયોમા ભારતીય નાગરીકતા મેળવવા માટે નીચે મુજબ નિયમો છે.
- 9 રાજયોમા 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ,ગૃહ સચિવ આ બાબતે નિર્ણય લઇ શકે છે.
- ગૃહમંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1,417 વિદેશીઓને નાગરિકતા આપવામા આવી છે.
- વર્ષ 2021-22ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 1,417 લોકોને ભારતીય નાગરિકતા આપવામા આવી છે.
- બિન-મુસ્લિમ લઘુમતિઓને નાગરિકતા આપવામાં આવી છે.
- પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને પણ નાગરિકતા આપવામા આવી છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

2 thoughts on “CAA Rules: દેશમા લાગુ થયો CAA કાયદો, કોને મળશે નાગરીકતા; જાણો 1 કલીકમા માહિતી”