બજેટ 2024: બજેટમા શું સસ્તુ થયુ, શું મોંઘુ થયુ; જાણો પુરૂ લીસ્ટ

બજેટ 2024: નાણામંત્રી નિર્મલા સિતારમને વર્ષ 2024-25 માટે વચગાળાનુ બજેટ રજુ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે એપ્રીલ-મે માસમા લોકસભાની ચૂંટણીઓ હોવાથી રેગ્યુલર બજેટ જૂલાઇ માસમા રજૂ કરવામા આવશે. આજે જાહેર થયેલા વચગાળાના બજેટની અસર કઇ વસ્તુ પર કેટલી પડશે તે જાણીએ. બજેટને લીધે કઇ વસ્તુઓ સસ્તી થશે અને કઇ વસ્તુઓ મોંઘી થશે તે જાણીએ.

બજેટ 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારની બીજી ટર્મનું આ છેલ્લું બજેટ રજૂ કર્યું હતુ . ચૂંટણીનું વર્ષ હોવાના કારણે આ સત્રમાં હાલ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ જાહેર થયેલા બજેટમા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સાત લાખ સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. બજેટના ભાષણ દરમિયાન નાણામંત્રીએ છેલ્લા 10 વર્ષમાં તેમની સરકારે કરેલા કામ અને સિદ્ધીઓનું વર્ણય કર્યું હતુ. સાથે જ આગામી પાંચ વર્ષમાં સરકારનું વિઝન શું રહેશે તેનો પણ ચિતાર આપ્યો હતો. રેલવે ક્ષેત્રમાં 3 નવા પ્રકારના કોરિડોર બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. સાથે જ મધ્યમ વર્ગના લોકોનુ ઘરના ઘરનું સપનું સાકાર કરવાનું વચન આપવામાં આવ્યું છે.

પીએમ આવાસ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષમાં સરકારનું વધુ 2 કરોડ ઘર બનાવવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. સાથે જ બાળકો અને મહિલાઓમાં રસીકરણને વધુ તેજ બનાવવામાં આવશે. આ સાથે આ બજેટમા હવાઈ મુસાફરીનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ બજેટમાં પ્રવાસનના વિકાસ પર ભાર મુકવામાં આવ્યો છે. લક્ષદ્વીપના વિકાસ માટે ખાસ બજેટ ફાળવવાની જોગવાઇ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વચગાળાનું બજેટ હોવાના કારણે આ બજેટમાં નવી કોઈ મોટી જાહેરાત નથી કરવામાં આવી.

આ પણ વાંચો: Gold Price: આજના સોના ના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદિ ના લેટેસ્ટ ભાવ

બજેટની જાહેરાત બાદ લોકોએ જાણવા ઉત્સુક હોય છે કે બજેટમા કઇ વસ્તુઓ સસ્તી થઇ અને કઇ વસ્તુઓ મોંઘી થઇ ?મહત્વની વાત એ છે કે, આ બજેટમાં કંઈ સસ્તુ અને કંઈ મોંઘુ થયુ નથી. કારણ કે આ વચગાળાનુ બજેટ હોવાથી સરકારે કસ્ટમ ડ્યુટી કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યો નથી. 2017 માં જીએસટી લાગુ થયા બાદ બજેટમાં માત્ર કસ્ટમ ડ્યુટી અને એક્સાઈઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે, જેનાથી કેટલીક ચીજવસ્તુઓની કિંમત પર અસર પડતી હોય છે. જે કેટલીક વસ્તુઓને લાગુ પડે છે. આ બજેટમાં ઉત્પાદનોની કિંમતમાં કોઈ ફેરફાર પણ કરવાની જાહેરાત કરવામા આવી નથી.

મોબાઇલ સસ્તા થશે, સોનુ ચાંદિ મોંઘા થશે

આ વખતે સરકાર મોબાઈલ ફોનમાં વપરાતા કેટલાક પાર્ટસ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનુ આયોજન કરી રહી છે. જેથી આગામી દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવા સસ્તા બને તેવી શકયતા છે. જોકે, સરકારે સોનાચાંદી પર ડ્યુટી મા વધારો કર્યો છે. તેથી હવે તે સોનુ ચાંદિ ખરીદવા મોંઘા બને તેવી શકયતા છે.

બજેટની અગત્યની જાહેરાતો

  • આગામી ૫ વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે
  • રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર હશે સંપૂર્ણ ફોકસ :-
  • સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે.
  • આગામી ૫ વર્ષમાં ગરીબો માટે ૨ કરોડ ઘર બનાવશે
  • મધ્યમ વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પર વિચાર શરૂ
  • એમએસએમઈ માટે બિઝનેસ સરળ કરવા પર કામ શરૂ
  • રૂફટોપ સોલર પ્લાન હેઠળ ૧ કરોડ ઘરોને મહિને 300 યૂનિટ ફ્રી વીજળી
  • દેશમાં વધુ મેડિકલ કોલેજ ખોલવા પર કામ કરીશું
  • આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે, આશા વર્કર્સને આયુષ્માન યોજનાનો મળશે લાભ
  • સર્વાઈકલ કેન્સર માટે વેક્સિનેશન વધારાશે
  • તમામ વિસ્તારોમાં નેનો ડીએપીનો ઉપયોગ વધારાશે
  • બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કેટલાક એલાન કર્યા
  • ડિફેન્સમાં ડીપ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે યોજના લાવીશું :- કૃષિ માટે મોર્ડન સ્ટોરેજ, સપ્લાય ચેન પર ફોકસ
  • સરસવ, મગફળીની ખેતી માટે સરકાર વધુ પ્રોત્સાહન આપશે :- મત્સ્ય યોજનાને પ્રોત્સાહન આપવા માટે કામ કરાશે
  • સી-ફૂડ એક્સપોર્ટ બેગણી કરવાનો ટાર્ગેટ
  • સરકાર ૫ ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક્સ ખોલશે
  • લખપતિ દીદિઓની સંખ્યા ૨૦ લાખથી વધારીને ૩૦ લાખ કરીશું :- FY25માં ઈન્ફ્રા પર ૧૧.૧ ટકા વધુ ખર્ચ કરાશે

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
બજેટ 2024
બજેટ 2024

Leave a Comment

error: Content is protected !!