અંબાલાલ પટેલની આગાહિ: સપ્ટેમ્બર મહિનામા વરસાદ થશે કે પછી ગરમી જ પડશે, વરસાદ અંગે અંબાલાલ ની નવી આગાહિ

અંબાલાલ પટેલની આગાહિ: વરસાદની આગાહિ: હવામાન વિભાગની આગાહિ: રાજયમા ત્રીજા રાઉન્ડ મા વરસાદે ચારેબાજુ ત્રાહિમામ કરી દિધા હતા. ઘણા ગામ અને શહેરોમા પૂર ની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારબાદ છેલ્લા દોઢેક મહિનાથી વરસાદે સંપૂર્ણ વિદાય લીધી છે. મોટાભાગના જિલ્લાઓમા છુટા છવાયા ઝાપટા ને બાદ કરતા વરસાદ પડયો નથી. ત્યારે વરસાદ ખેંચવાથી ખેતીમા પાકને નુકશાન જવાની ભીતી સેવાઇ રહિ છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામા વરસાદ પડશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામા વરસાદ પડશે કે કેમ તે અંગે અંબાલાલ ની આગાહિ સામે આવી છે.

અંબાલાલ પટેલની આગાહિ

  • વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતોની ચિંતા વધી રહી છે.
  • છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમય થી રાજ્યમાં નથી પડી રહ્યો વરસાદ
  • વરસાદ ખેંચાતા ખેતીના પાક ઉપર સંકટ
  • બીજા અને ત્રીજા રાઉન્ડમા પડયો હતો સારો વરસાદ
  • છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી વરસાદ ખેંચાયો છે
  • રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પણ નહીંવત જોવા મળી રહ્યો છે
  • વાવેલો પાક મૂરઝાઈ જાય એવી સ્થિતિ ઉદભવી છે.
  • ખેતીના મૂરઝાતા પાકને બચાવવા શું કરવું તે અંગે ખેડૂતો ચિંતિત છે.
  • વરસાદ ખેંચાવાથી મગફળી,કપાસ, બાજરી,ડાંગર,જુવાર,મગ,અડદ જેવા પાકો પર અસર પડી છે.

અલ-નિનો ની અસર ને કારણે લાંબા સમય થી વરસાદ પર બ્રેક લાગી છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ જળવાયું પરિવર્તન છે તેવુ માનવામા આવે છે. આવામાં ગુજરાતમાં આગામી સમયમા વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 27 થી 31 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: કન્જકટીવાઇટીસ: આંખ આવવી આ વાયરલ બીમારીમા શું ધ્યાન રાખવુ, શું કરવુ, શુંં ન કરવુ

અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે, ઓગસ્ટ મહિનાના અંતમાં જ ખુબ જ ગરમી પડવા લાગી છે. સપ્ટેમ્બર મહિનામાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડવાની શકયતાઓ દેખાઇ રહી છે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી સખત ગરમીનો અનુભવ થશે. 23 સપ્ટેમ્બરથી સખત ગરમી પડે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાઇ રહ્યા છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શકયતાઓ છે.

વરસાદની આગાહિ

વરસાદ ના ચોથા રાઉન્ડ અંગે આગાહિ કરતા અંબાલાલે વધુમાં જણાવ્યું હતુ કે, ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. જેથી 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદના હળવા ઝાપટા પડે તેવી સંભાવના છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગરમીનો અનુભવ થશે. 28 ઓગસ્ટથી ભારતના મોટા ભાગના વિસ્તારોમા વાદળો હટી જવાથી ગરમીની શરૂઆત થશે. સપ્ટેમ્બરમાં ઉનાળાની યાદ અપાવે તેવી ગરમી પડશે. 13 મી સપ્ટેમ્બરથી 10 મી ઓક્ટોબર વચ્ચે ભારે ગરમી પડવાની આગાહિ કરવામા આવી છે. જ્યારે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી શકયતાઓ છે. જેમાં 23 સપ્ટેબરથી ગરમી વધી શકે છે. આ ગરમીના કારણે બંગાળના ઉપસાગરમા હવાના હળવા દબાણ સર્જાશે. હાલ અલનીનો ની અસરને કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી છે.

હવામાન વિભાગની આગાહિ

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી જોઇએ તો , આગામી 5 દિવસોમા અમુક શહેરોમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ વરસાદ પડવાની નહિવત શક્યતાઓ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતું વરસાદ આવવાની કોઇ શકયતાઓ દેખાતી નથી. અલ-નીનોના કારણે હાલ વાતાવરણ શુષ્ક જોવા મળશે.

આ પણ વાંચો: ચંદ્રયાન લેન્ડીંગ વિડીયો: વિક્રમ લેન્ડરે મોકલ્યો લેન્ડીંગ નો ઓરીજનલ 2 મીનીટનો વિડીયો, ઓરીજનલ લેન્ડીંગ પ્રોસેસ નો વિડીયો અદભુત વિડીયો

5 દિવસની વરસાદની આગાહિ

આગામી 5 દિવસની હવામાન વિભાગ ના બુલેટીન અનુસાર વરસાદની આગાહિ જોઇએ તો દક્ષીન ગુજરાત ના અમુક જિલ્લાઓ જેવા કે સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી, અને દાદરા નગર હવેલી.દમણ મા હળવા વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે. જ્યારે બાકીના ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમા હાલ કોઇ વરસાદી સીસ્ટમ આવે તેવી શકયતાઓ જણાતી નથી.

અગત્યની લીંક

હવામાન વિભાગની જિલ્લાવાઇઝ આગાહિ PDFઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
અંબાલાલ પટેલની આગાહિ
અંબાલાલ પટેલની આગાહિ

Leave a Comment

error: Content is protected !!