અંબાલાલ ની આગાહિ: ઓકટોબરમા આવી શકે વાવાઝોડુ, સપ્ટેમ્બર મા કેવો પડશે વરસાદ

અંબાલાલ ની આગાહિ: વરસાદની આગાહિ: ચક્રવાત આગાહિ: હાલ ગુજરાતમા તમામ જિલ્લાઓમા સારો વરસાદ પડી રહ્યો છે. એવામા આવનારા દિવસો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને વાવાઝોડા અંગે નવી આગાહિ કરી છે. ગુજરાતમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે, તેઓએ કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં લો પ્રેશર સર્જાશે ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે.

ગુજરાતમાં વધુ બે વાવાઝોડા ત્રાટકવાની શક્યતા: અંબાલાલ પટેલની મોટી આગાહી

  • બંગાળની ખાડી અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા ૩૦ સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં થાઈલેન્ડ બાજુ બનશે લો-પ્રેશર
  • 2 ઓક્ટોબર સુધી તે અરબ સાગરમાં આવી પહોંચે તેવી શક્યતા
  • 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ ધારણ કરશે
  • 27,28 અને 29 સપ્ટેમ્બરે તોફાની પવન સાથે અતિભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
  • 12થી 20 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં ઉભું થશે બીજું વાવાઝોડું

અંબાલાલ ની આગાહિ

  • રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે.
  • “ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં થશે ભારે વરસાદ”
  • બંગાળના ઉપસાગરમાં સર્જાશે ભારે વાવાઝોડુંઃ અંબાલાલ પટેલ ની આગાહિ

હાલ સપ્ટેમ્બર મહિનામાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન ઉપરાંત ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ની પધરામણી થઇ છે. ઘણા જિલ્લાઓમા ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે જળાશયો તળાવો, ડેમ , નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં તો ભારે વરસાદ પડવાથી લોકોની હાલત કફોડી બની છે. આવા સંજોગો વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહિ સામે આવી છે. જેનાથી લોકોને રાહત મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનારા દિવસોમા હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે.’

આ પણ વાંચો; New Parliament: નવા સંસદભવન ની વિશેષતાઓ જુઓ ફોટો અને વિડીયોમા

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી શકે છે સારો વરસાદઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. જે દેશના પૂર્વિય ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે. નવી વરસાદી સિસ્ટમના કારણે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમા ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ છે. જ્યારે 27-28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમા વરસાદ આવી શકે છે. સાથે પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે.

બંગાળાના ઉપસાગરમા સર્જાશે વાવાઝોડુ

‘દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિમીની ઝડપે વાવાઝોડું આવવાની છે શકયતા’
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યુ છે કે આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. તો ગુજરાતમાં વેસ્ટર્ન ડીસ્ટર્નબન્સ આવી શકે છે, તેની અસર રાજસ્થાન સુધી થવાની શકયતા છે. ઓક્ટોબર માસમાં બંગાળ ના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે. 4થી 12 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાઇ શકે છે. દક્ષિણ પૂર્વિય તટો ઉપર 150 કિ.મીની ઝડપે પવનફૂંકાવાની શકયતાઓ છે. ગુજરાતમાં આ સિસ્ટમ ને લીધે વરસાદ આવી શકે છે. અરબી સમુદ્રમાં પણ આ દરમિયાન વાવાઝોડાની અસર થવાની શકયતાઓ રહેલી છે.

ભારે વરસાદ પડવાથી જળાશયો જેવા કે નદી-નાળા, ડેમો, તળાવો છલકાયા છે.
આ અંજે જણાવી દઈએ કે, ગુજરાતમાં હાલ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. કચ્છ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ થી નદી-નાળા છલકાયા છે. નદીના પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

ભારે વરસાદની આગાહિ

20થી 23 સપ્ટેમ્બર દરમિયાન ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, અને સિક્કિમમાં હળવાથી ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે. 22થી 23 સપ્ટેમ્બર વચ્ચે ગંગીય પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદ પડી શકે છે. ઓડિશામાં પણ 19-21 સપ્ટેમ્બર દરમિયાન આ પ્રકારનું હવામાન રહેવાની સંભાવના છે. ઓડિશામાં 20-21 સપ્ટેમ્બરે અને બિહારમાં 23 સપ્ટેમ્બરે ભીષણ વરસાદ પડે તેવી આગાહિ કરવામા આવી છે.

પૂર્વ ભારત વરસાદ આગાહિ

19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન અસમ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અને ત્રિપુરા રાજયોમાં તથા 20-23 સપ્ટેમ્બર દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. 20-21 સપ્ટેમ્બર દરમિયાન નાગાલેન્ડ અને મણિપુર રાજય મા વરસાદ પડશે. 20-22 સપ્ટેમ્બર વચ્ચે અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલય રાજયોમા વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

મધ્ય ભારત

મધ્ય ભારત ની આગાહી અંગે વાત કરીએ તો 20-23 સપ્ટેમ્બર દરમિયાન છત્તીસગઢ રાજયમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ છે. 19-22 સપ્ટેમ્બર વચ્ચે વિદર્ભ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારત
દક્ષિણ ભારત ની વરસાદની આઅગહૈ જોઇએ તો આંધ્ર પ્રદેશમાં 20 સપ્ટેમ્બરના રોજ હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

અગત્યની લીંક

અંબાલાલ ની વાવાઝોડા અંગેની આગાહિ વિડીયોઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
અંબાલાલ ની આગાહિ
અંબાલાલ ની આગાહિ

2 thoughts on “અંબાલાલ ની આગાહિ: ઓકટોબરમા આવી શકે વાવાઝોડુ, સપ્ટેમ્બર મા કેવો પડશે વરસાદ”

Leave a Comment

error: Content is protected !!