સાયક્લોન તેજ: તેજ વાવાઝોડુ: Cyclone Tej: 2023ની શરુઆતથી જ વાતાવરણ વિશિષ્ટ મીજાજ બતાવી રહ્યુ છે અને અરબી સમુદ્ર વધુ એક્ટિવ બન્યો છે અને અરબી સમુદ્ર મા હલચલ વધતી જાય છે. અરબ સાગરમાં વારંવાર એક પછી એક સિસ્ટમ બની રહી છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અત્યારે ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સમયે એક સિસ્ટમ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાઇ રહ્યુ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા મા વધારો થયો છે.
સાયક્લોન તેજ
અરબ સાગરમાં દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમાં એક લો પ્રેશર સીસ્ટમ સક્રિય બની છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે. જો કે, આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે. દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમ અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ખેડવા ન જવા માટે સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ આગાહિ જાહેર કરી હતી કે, 17 ઓક્ટોબરથી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આકાર લેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગહિ કરતા જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઈ ગઈ છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબૂત બનનાર છે. 21થી 24 ઓક્ટોબરે વાવાઝોડુ વધુ મજબુત હશે. તેની ગતિ 150 કિલોમીટર જેટલી રહે તેવી શકયતઓ રહેલી છે.
આ પણ વાંચો: ફિકસ પગાર વધારો: ફિકસ પગાર કર્મચારીઓ માટે ખુશખબર, પગારમા 30 ટકાના વધારાની જાહેરાત
અંબાલાલ ની આગાહિ
ત્યારબાદ વાવાઝોડું ઓમાન તરફ જઈને ટર્ન લે તેવી શક્યતાઓ હાલ દેખાઇ રહી છે. હજુ લો પ્રેશર સર્જાયુ છે. પરંતુ વાવાઝોડું મા પરિવર્તિતિ થયા બાદ ટ્રેક નક્કી થશે. હાલ તો ઓમાન તરફ વાવાઝોડુ જશે તેવું અનુમાન દેખાઇ રહ્યુ છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ વારંવાર તેના ટ્રેકમા ફેરફાર થતો હોય છે. પરંતુ 21થી 24 ઓક્ટોબરના ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉતર ગુજરાતના ભાગમા હળવો વરસાદ પડે તેવી શકયતાઓ છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે. પરંતુ સાથે સાથે 18 ઓક્ટોબરે દેશના ઉત્તરિય પર્વતીય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થવાની શકયતાઓ રહેલી છે.. ધીરે ધીરે દિવાળી પહેલા ઠંડીનો અનુભવ થશે. બંગાળના ઉપ સાગરમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે. ઓડિસા તરફ આવે તો તેનો ભેજ મધ્યપ્રદેશ તરફ થઈને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: Rain Forecast: વરસાદની આગાહિ, નવરાત્રીમા કયા કયા વિસ્તારોમા છે વરસાદની આગાહિ
હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ બાબતે જણાવ્યું હતુ કે, વરસાદ પડવાની સંભાવનાઓ છે અને ભારે પવન પણ ફૂંકાશે. હાલ અરબ સાગરમાં લો-પ્રેશર બની રહ્યુ છે. આગામી 24 કલાકમાં વેલ માર્ક લો-પ્રેશર બનવાની સંભાવના રહેલી છે. તે બાદ લગભગ 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન મા પરિવર્તિત થવાની સંભાવના છે. તેથી આજથી જ માછીમારોને દરિયામા ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે. જેથી માછીમારો અને શીપને અરબ સાગરમાં તે બાજુ જવાની મનાઇ છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |

Havamanna.samachar