આંગણવાડી ભરતી 2023: આંગણવાડીઓમા આવી 10000 જગ્યાઓ પર ભરતી, e hrms પોર્ટલ પરથી કરો ઓનલાઇન અરજી; છેલ્લી તારીખ 30 નવેમ્બર

આંગણવાડી ભરતી 2023: e-hrms.gujarat.gov.in: Aanganvadi Bharti 2023: રાજયમા આવેલી આંગણવાડીઓમા 10000 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પડી છે. આ ભરતી આંગણવાડી ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ e-hrms.gujarat.gov.in પરથી તા. 8-11-2023 થી તા. 30-11-2023 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાસે. જેમા આંગણવાડી કાર્યકર ની 3000 જેટલી જગ્યાઓ અને આંગણવાડી તેડાગર ભરતીની 7000 જેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે. આંગણવાડી ભરતી 2023 ની જરૂરી તમામ માહિતી આ પોસ્ટમા મેળવીશુ.

આંગણવાડી ભરતી 2023

રાજયમા આવેલી આંગણવાડીઓ મા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામા આવી છે. જેમા સમગ્ર ભરતી પ્રક્રિયા e hrms પોર્ટલ e-hrms.gujarat.gov.in પર જ કરવામા આવે છે. આંગણવાડી ભરતી 2023 માટે જિલ્લાવાઇઝ જાહેરાતો બહાર પાડવામા આવશે. તમને લાગુ પડતા જિલ્લાની ભરતી જાહેરાત આવ્યે તે જિલ્લા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

e-hrms.gujarat.gov.in
e-hrms.gujarat.gov.in

આંગણવાડી ભરતી ડોકયુમેન્ટ લીસ્ટ

આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે જરૂરી ડોકયુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.

  • સ્વ-ઘોષણા (Self Declaration) અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો
  • જન્મતારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ધોરણ-૧૦નું ક્રેડીટ સર્ટીફિકેટ
  • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેવાસી અંગેનુ પ્રમાણપત્ર – વિધવા માટેનું માન્ય કરેલ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો

આંગણવાડી ભરતી પ્રક્રિયામાં કરવામાં આવેલ સુધારાઓ

  • આંગણવાડી કાર્યકર/તેડાગર ની ભરતી માટે મેરીટ ગણતરી માટે ગુણ પદ્ધતિમાં પ્રી-પીટીસી / પીટીસી / બી.એડ. જેવા કોર્ષને સ્થાન આપવામા આવ્યુ છે.
  • સ્થાનીક રહેવાસી હોવા અંગેનુ પ્રમાણપત્ર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખે નિયત નમુનાનું પ્રમાણપત્ર છ માસ પહેલાનું ન હોવુ જોઇએ.
  • આંગણવાડી કાર્યકર અને તેડાગરના માનદસેવા પસંદગી માટે સામાન્ય શરતોમાં છુટછાટ અન્વયેની ગુણ પદ્ધતિનો સમાવેશ
  • મેરીટ યાદી અનુસાર પસંદગીનો બીજો અને ત્રીજો ક્રમ ધરાવતા ઉમેદવારનો સંબંધિત આંગણવાડીની પ્રતિક્ષા યાદીમાં સમાવેશ કરવામા આવશે.
  • હાજર થતી વખતે જન્મ તારીખના પુરાવા માટે શાળા છોડયા અંગેના પ્રમાણપત્ર / જન્મ તારીખનો દાખલો / SSCનું ક્રેડીટ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

આંગણવાડી કાર્યકર ભરતી મેરીટ પધ્ધતિ

આંગણવાડી કાર્યકર ની ભરતી માટે નીચેની પધ્ધતિ મુજબ મેરીટ ગણવામા આવે છે.

માપદંડમહતમ ગુણ
ધોરણ- ૧૨ પાસ અથવા ધોરણ- ૧૦ પાસ પછીના એઆઇસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા ૨ વર્ષના કોઇપણ ડીપ્લોમા કોર્સ પાસની ટકાવારી
20 ગુણ
ધોરણ- ૧૨
પાસ પછીનો કોઇપણ ડીપ્લોમા/પ્રી-પીટીસી /પીટીસી/ બી.એડ.કોર્ષ પાસની ટકાવારી અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી
30 ગુણ
અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારી30 ગુણ
અનામત સંવર્ગ (એસ.સી/એસ.ટી/SEBC(સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)/ આર્થિક પછાત)

10 ગુણ
વિધવા (લાગુ પડતું હશે તો)10 ગુણ

આંગણવાડી તેડાગર ની ભરતી મેરીટ પધ્ધતિ

માપદંડમહતમ ગુણ
ધોરણ- ૧૦ પાસની ટકાવારી20 ગુણ
ધોરણ- ૧૨ પાસ અથવા ધોરણ-૧૦ પાસ પછીનો AICTE માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછા ૨ વર્ષનો ડીપ્લોમા કોર્સ પાસની ટકાવારી30 ગુણ
ધોરણ- ૧૨ પાસ પછીનો ઓછામાં ઓછો ૨ વર્ષનો કોઇપણ ડીપ્લોમા/પ્રી- ૩૦ પીટીસી /પીટીસી/ બી.એડ.કોર્ષ પાસ અથવા સ્નાતક કોર્સ પાસની ટકાવારી30 ગુણ
અનામત સંવર્ગ (એસ.સી/એસ.ટી/SEBC(સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)/ આર્થિક પછાત)10 ગુણ
વિધવા (લાગુ પડતું હશે તો)10 ગુણ

આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા

આંગણવાડી ભરતી માટે ઓનલાઇન અરજી કરવા, મેરીટ જોવા માટે, સીલેકશન લીસ્ટ જોવા માટે અને મેરીટ સંબંધીત અપીલ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in છે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેની પ્રોસેસ મુજબ ફોર્મ ભરવાનુ રહેશે.

  • સૌ પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
  • તેમા Online Apply ઓપ્શન પર કલીક કરો.
  • તેમા તમારા જિલ્લો સીલેકટ કરો.
  • તેમા સામે આપેલ apply બટન પર કલીક કરો.
  • તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો એન્ટર કરો.
  • ત્યારબાદ આગળ ના સ્ટેપ મા તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા મુજબ સ્કેન કરી અપલોડ કરો.
  • ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
  • ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.

અગત્યની લીંક

આંગણવાડી ભરતી 2023 ઓફીસીયલ વેબસાઇટઅહિં કલીક કરો
આંગણવાડી મેરીટ લીસ્ટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

FaQ’s

આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://e-hrms.gujarat.gov.in

કેટલી જગ્યાઓ પર આંગણવાડી ભરતી બહાર પડેલી છે ?

10000 જગ્યાઓ

આંગણવાડી ભરતી 2023 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો શું છે ?

8-11-2023 થી 30-11-2023

11 thoughts on “આંગણવાડી ભરતી 2023: આંગણવાડીઓમા આવી 10000 જગ્યાઓ પર ભરતી, e hrms પોર્ટલ પરથી કરો ઓનલાઇન અરજી; છેલ્લી તારીખ 30 નવેમ્બર”

Leave a Comment

error: Content is protected !!