Aadhar Pan Link Process: પાન કાર્ડ સાથે આધાર કેમ લીંક કરવુ, ઘરેબેઠા કરો આ કામ; સમજો સરળ સ્ટેપમા પ્રોસેસ

Aadhar Pan Link Process: આધાર પાન લીંક પ્રોસેસ: આપણી પાસે ઘણા ગવર્નમેન્ટ ડોકયુમેન્ટ હોય છે. પરંતુ આ બધામા સૌથી અગત્યના આધાર કાર્ડ અને પાન કાર્ડ છે. સરકાર ઘણા ડોકયુમેન્ટ ને આધાર સાથે લીંક કરાવે છે. તેવામા ઘણા સમયથી ઇન્કમ ટેક્ષ વિભાગ પાન કાર્ડ સાથે આધાર ને લીંક કરવાની ગાઇડ લાઇન આપી હતી. 30 જૂન 2022 બાદ પાન સાથે આધાર લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 કરી હતી. જે હવે વધારીને 30 જુન 2023 કરવામા આવી છે. જેમા ઇન્કમ ટેક્ષ વિભાગ રૂ.1000 લેટ ફી લઇ રહ્યો છે.

આધાર-પાન લીંક

આમ તો મોટાભાગના લોકોએ પાન સાથે આધાર લીંંક કરેલ હોય જ છે. પરંતુ હજુ ઘણા લોકો એવા છે જેમણે પાન અને આધાર લીંક કરેલ નથી. આવા લોકો પાન આધાર લીંક ની પ્રોસેસ કેમ કરવી તેની સમજ ન હોવાથી શહેર સુધી જવુ પડતુ હોય છે. આજે આ પોસ્ટમા ઘરેબેઠા ઓનલાઇન આધાર અને પાન કેમ લીંક કરવા તેની સ્ટેપવાઇઝ સમજ આપેલી છે. જેની મદદથી તમે ઘરેબેઠા જ આ કામ કરી શકસો.

તમારુ પાન અને આધાર લીંક થયેલા છે કેમ તે સ્ટેટસ ચેક કરવા અહિં ક્લીક કરો

Aadhar Pan Link Process: આધાર પાન લીંક પ્રોસેસ

આધાર-પાનને લિંક કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવી પડશે.

પેમેન્ટ પ્રોસેસ

 • હાલ આધાર અને પાન લીંક કરવા માટે રૂ.1000 ફી લાગે છે. એટલે સૌ પ્રથમ તો તમારે રૂ.1000 ફી ની ચુકવણી કરવી પડશે.
 • આ માટે સૌ પ્રથમ ઈન્કમટેક્સ વિભાગની ઓફીસીયલ વેબસાઈટ https://www.incometax.gov.in ઓપન કરો..
 • ત્યારબાદ ડાબી બાજુ આપેલા Link Aadhar ઓપ્શન પર ક્લીક કરો.
 • ત્યારબાદ ઓપન થયેલા પેજમા પાન કાર્ડ અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો.
 • આગળની પ્રોસેસ માટે લેટ ફી રૂ.1000 પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે.
 • તેમા CHALLAN NO./ITNS 280 સીલેકટ કરીને પ્રોસિડ પર ક્લિક કરો.
 • ત્યારબાદ ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) વિકલ્પ પસંદ કરો
 • ટાઇપ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.
 • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
 • તમે જે રીતે પેમેંટ કરવા માંગતા હોય એ મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
 • ત્યારબાદ ઓપન થયેલ પેજમા પર્મનન્ટ એકાઉન્ટ નંબરમાં તમારો પાનકાર્ડ નંબર નાખવાનો રહેશે.
 • ત્યારબાદ આકારણી વર્ષ એટલે કે Assessment year પૂછ્શે જેમા 2023-2024ની સીલેકટ કરો.
 • સરનામાના સ્થળે તમારું સરનામું લખવનુ રહેશે.
 • હવે કેપ્ચા કોડ જોઇને નાખો અને પ્રોસિડ પર ક્લિક કરો.
 • પ્રોસિડ બટન પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારે એન્ટર કરેલી બધી માહિતી જોઇ શકશો.
 • તમારી આ બધી માહિતી વ્યવસ્થિત ચેક કર્યા બાદ Agree બટન ટિક કરો, અને Submit To the bank પર ક્લિક કરો.
 • જો તમે દાખલ કરેલી વિગતોમાં કોઈ સુધારો હોય તો એડિટ બટન પર ક્લીક કરી સુધારી શકો છો.
 • હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા લેટ ફી ઓનલાઇન ભરવાની રહેશે..
 • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને આ પેમેંટ ચુકવણીની પીડીએફ મળશે. આ ડાઉનલોડ તમારી પાસે સેવ રાખો.
 • આ પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગી શકે છે.

આધાર અને પાન લીંક નહિ હોય તો અટકી પડશે આટલા કામ. વાંચો ડીટેઇલ વિગત

આધાર પાન લીંક પ્રોસેસ

પેમેન્ટ કર્યા બાદ કરવી પડશે આધાર પાન લીંક કરવા માટે આ પ્રોસેસ કરવાની રહેશે.

 • 4-5 દિવસ બાદ પેમેંટ અપડેટ થઇ ગયા બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે
 • તેમ ડાબી બાજુ આપેલ Link Aadhar ઓપ્શન પર ક્લીક કરો.
 • તેમા તમારો પાનનંબર અને આધારનંબર એંટર કરો અને વેલિડેટ પર ક્લિક કરો.
 • જો તમારું પેમેન્ટ અપડેટ થઈ ગયું હશે તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
 • ત્યારબાદ ચાલુ રાખવા Continue પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલ નંબર દાખલ કરો.
 • Agree બટન પર ટિક કરો અને આગળ વધો. હવે તમને એક ઓટીપી મળશે.
 • મોબાઇલ પર આવેલો ઓટીપી સબમીટ કરો અને વેલિડેટ બટન પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે.
 • પોપ અપ માં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી રીકવેસ્ટ ઓથોરાઇઝેશન માટે માટે UIDAIને મોકલવામાં આવી છે.
 • વેલિડેશન મળ્યા બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર આધાર પાન લીંક થયા છે કે કેમ તેનુ સ્ટેટસ ચેક કરી શકો છો.

હાલ આધાર પાન લીંક એ ખૂબ જ અગત્યની કામગીરી છે. આ માટે તમારા આધાર-પાન નુ સ્ટેટસ ચેક કરીને જો લીંક ન હોય તો જરુરી પેમેંટ કરીને આધાર-પાન બન્ને મા એકસરખા નામ કરી તેને 30 જુન પહેલા લીંક કરવાનુ કામ પુરુ કરવુ જોઇએ. ઉપરના સ્ટેપ ફોલો કરીને તમે ઘરેબેઠા પણ ઓનલાઇન આધાર પાન લીંક કરી શકો છો. આધાર અને પાન લીંક કરવા માટે ઉપરના સ્ટેપવાઇઝ પ્રોસેસ કરી લીંક કરી શકો છો. જો આધાર અને પાન મા એકસરખા નામ ન હોય તો સૌ પ્રથમ એ સુધારા માટેની પ્રોસેસ કરવી જોઇએ.

અગત્યની લીંક

ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટ ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Aadhar Pan Link Process
Aadhar Pan Link Process

આધાર પાન લીંક કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

ઇન્કમ ટેકસ ડીપાર્ટમેંટ ની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometax.gov.in છે.

આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

30 જુન 2023

આધાર-પાન લીંક કરવા માટે બન્નેમા એકસરખા નામ હોવા જોઇએ.?

હા, આધાર કાર્ડ અને પાન કાર્ડ બન્નેમા એકસરખુ નામ હશે તો જ લીંક થશે.

12 thoughts on “Aadhar Pan Link Process: પાન કાર્ડ સાથે આધાર કેમ લીંક કરવુ, ઘરેબેઠા કરો આ કામ; સમજો સરળ સ્ટેપમા પ્રોસેસ”

 1. મારા કૂટૂબમાં કોઈનો પણ પાન કાર્ડ નથી તો શુ કરવું?

  Reply

Leave a Comment

error: Content is protected !!